રાજનીતિ

કાયદાના ધજિયા ઉડાવવામાં આગળ હાર્દિક વધુ એક વિવાદમાં… ના માસ્ક ના સોશિયલ ડિસ્ટન્સ

447views

જે વ્યક્તિ કાલ સુધી સોશિયલ ડિસ્ટન્સની સલાહ આપતા હતા અને મોટી મોટી સુફિયાણી વાતો કરતા હતા આજે તેઓ જ નિયમનો ભંગ કરતા જોવા મળ્યા છે. હાર્દિક પટેલ આજે ફરી એક વાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો ભંગ કરતા જોવા મળ્યો.

હાર્દિક પટેલની સાથે જીજ્ઞેશ મેવાણી પણ માસ્ક વિના જોવા મળ્યા હતા. એક ધારાસભ્ય થઈને જો જીજ્ઞેશ મેવાણી કોઈ નિયમનું પાલન ના કરે તો પ્રજાને કેવો સંદેશ જશે ? આ એ જ નેતાઓ છે જે થોડા દિવસ પહેલા કોરોનાની લડાઈ અંગે સરકાર વિરુદ્ધ બોલતા હતા.

પાલનપુર જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે કાર્યકરો દ્વારા હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે હાર્દિક પટેલના સ્વાગતમાં કોંગ્રેસના ધારાસભ્યોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા. હાર્દિક પટેલના સ્વાગતમાં કાર્યકરોએ કોઈ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું. ટોળે વળી કાર્યકરો સ્વાગત કરતા જોવા મળ્યા હતા

Leave a Response

error: Content is protected !!