રાજનીતિ

શરમજનક : કોંગ્રેસના હાર્દિક પટેલને નથી ખબર કે અરુણાચલ પ્રદેશ ભારતમાં છે, કિરણ રીજીજુએ ઉઠાવ્યો પ્રશ્ન

132views

AN – 32 વિમાનના કાટમાળ મળ્યા બાદ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વિવાદિત ટ્વીટ કરીને અરુણાચલ પ્રદેશને ચીનમાં બતાવ્યું છે.  હાર્દિક પટેલે દાવો કર્યો કે વિમાન પડોશી દેશ ચીન દ્વારા કબજે કરવામાં આવ્યુ . જો કે વિમાનનો કાટમાળ અરુણાચલ પ્રદેશમાંથી મળ્યો છે.હાર્દિક પટેલની ટ્વીટ પરથી સાબિત થાય છે કે અરુણાચલ પ્રદેશ ભારત નહિ ચીનમાં છે.

હાર્દિક પટેલની આ ટ્વીટ પછી કિરણ રીજીજુએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે હાર્દિક પટેલને એ પણ નથી ખબર કે અરુણાચલ પ્રદેશ ચીન નહિ ભારતમાં છે.

 

હાર્દિક પટેલનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. હાર્દિક પટેલના આ નિવેદનને પગલે કોંગ્રસ માફી માંગે તેવો સુર રેલાયો છે.

 જુઓ AN – 32 વિમાનની શું હતી ઘટના  :

AN – 32 વિમાન અરુણાચલ પ્રદેશના લિપો નામની જગ્યાથી ૧૬ કિલોમીટર દૂર ઉત્તરમાં AN – 32  વિમાનનો મલબો મળ્યો.. ૩ જુનના રોજ ભારતીય વાયુસેનાનું વિમાન AN – 32 આસામથી જોરહાટથી અરુણાચલ પ્રદેશના મેચુકા માટે ઉડાન ભરી હતી.  એરફોર્સના આ વિમાનમાં કુલ ૧૩ લોકો સવાર હતા, પરંતુ ઉડાન ભર્યા બાદ બપોરે ૧ વાગ્યે આ વિમાને કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ગયો હતો…મંગળવારના રોજ આ વિમાનના કાઠમાળની પ્રથમ તસ્વીર સામે આવી છે.. ૮ દિવસ આગાઉ લાપતા થયેલા AN – 32 ની તપાસમાં લાગેલી એરફોર્સની ટીમને ગાઢ જંગલમાંથી વિમાનનો કાટમાળ મળ્યો છે.

Leave a Response

error: Content is protected !!