રાજનીતિ

સીઆર પાટીલ Vs હાર્દિક પટેલ : એક સામાન્ય કાર્યકર્તામાંથી પ્રદેશ પ્રમુખ તો બીજા સમાજ સાથે દગો કરનાર

898views

ભાજપે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના ભાજપના વર્તમાન સાંસદ સી. આર. પાટીલની નિમણૂક કરી છે, થોડા સમય અગાઉ કૉંગ્રેસે હાર્દિક પટેલની કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી હતી. જોકે હાલમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે.

ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષ માટે પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ નવા છે. સી. આર. પાટીલ ભાજપના પીઢ નેતા મનાય છે, જ્યારે હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી એટલી લાંબી નથી. સીઆર પાટીલ ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તા પણ છે. જ્યારે હાર્દિકને સીધી એન્ટ્રી મળી છે. રાહુલ ગાંધી સાથે પૈસાની લેતી દેતી કરીને પાર્ટીમાં જોડાયા હોવાના પણ હાર્દિક પટેલ પર આરોપ છે.

રાજકારણ હોય કે ચૂંટણીનું વ્યવસ્થાપન સીઆર સામે હાર્દિક હજુ બાળક છે

ક્ષેત્રસી આર પાટિલ, ભાજપ પ્રદેશ પ્રમુખહાર્દિક પટેલ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ
રાજકારણનો અનુભવસી આર પાટીલ વર્ષોના અનુભવી પીઢ રાજકારણી છે, 1989થી પક્ષીય રાજકારણમાં છે અને ત્રણ વાર તો લોકસભા ચૂંટણી સતત જીતી ચૂક્યા છે.હાર્દિક પટેલ હજુ કોઈ ચૂંટણી લડી નથી. કોંગ્રેસમાં જોડાયાને દોઢ વર્ષ માંડ થયું છે અને 27 વર્ષની ઉંમરે તે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે.
ચૂંટણી વ્યવસ્થાપન2014માં નરેન્દ્ર મોદીને વારાણસીમાં લોકસભા ચૂંટણી જીતાડવા કામ કર્યું. પોતે ત્રીજા સૌથી વધુ બહુમતીથી જીત્યા.હાર્દિકને આંદોલન થકી મેળવેલ સમર્થન ટકાવી રાખવામાં નિષ્ફળ. ગત વિધાનસભા ચૂંટણીમાં સફળતા ન મળી.
હાઇકમાન્ડ સાથેનું જોડાણસંગઠનમાં કામ પાર પાડવાની તાકાતને કારણે પાટિલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ અંગત સંબંધ છે.હાર્દિક કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ખૂબ નજીક છે. તેઓ યુવાન હોવાથી રાહુલ ગાંધીની પસંદ છે.
સામાજિક જોડાણસી આર પાટિલ સાથે દક્ષિણ ગુજરાતના લોકો ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. સૌથી વધુ લીડથી જીતવા માટે તેઓ પ્રખ્યાત છે.ગુજરાતમાં વર્ચસ્વ ધરાવતા પાટીદાર જ્ઞાતિમાંથી આવે છે અને વિરમગામ પાસે તેનું મૂળવતન છે.
ગુનાહિત ઇતિહાસપાટિલ સામે કોઈ મોટો ગુનાહિત ઈતિહાસ નથી.હજુ પણ અલગ-અલગ કેટલીય કોર્ટમાં રાજદ્રોહ, લોકોને ઉશ્કેરવા, તોફાનો કરાવવા, જેવા વિવિધ કેસ ચાલે છે.

સોર્સ – મીડિયા રિપોર્ટ

Leave a Response

error: Content is protected !!