વિકાસની વાત

હવે સરળતાથી જાણી શકશો કે તમારા ગાડીમાં લાગેલા પાર્ટ્સ ઓરીજનલ છે કે નહીં, આ રીતે મળશે માહિતી

105views

કેન્દ્રીય માર્ગ પરિવહન દ્વારા ઓકટોબર મહિનાથી નવા નિયમો લાગુ પાડવામાં આવશે. જેમાં વાહન બનાવતી કંપનીઓ દ્વારા વાહનનાં પાર્ટ્સમાં QR કોડ મુકવામાં આવશે.જેની ખાસ વાત એ છે કે આ QR કોડ સામાન્ય અજવાળામાં દેખાશે નહીં તેને જોવા માટે UV rayની લાઈટ ફરજીયાત રહશે. ઉપરાંત આ QR કોડ દ્વારા વાહન કોની માલિકીનું છે એ સરળતાથી જાણી શકાશે.

ચોરી અટકાવી શકાશે.

દેશમાં દર વર્ષે 2.0 લાખથી પણ વધુ વાહનો ચોરી થાય છે. જેમાંથી મોટા ભાગના વાહનોનાં પાર્ટ્સ બીજા વાહનોમાં લગાવી દેવામાં આવે છે. ત્યારે હવે QR કોડ દ્વારા વાહનોની ચોરીઓ અટકાવી શકાશે અને ચોરી થયેલા વાહનોનાં પાર્ટ્સ કોના છે એ સરળતાથી જાણી શકાશે.

આ રીતે જાણી શકાશે કે વાહનોનાં પાર્ટ્સ ચોરી કરેલા છે કે ઓરિજનલ

વાહનનાં પાર્ટ્સ પર લાગેલા QR કોડને અલ્ટ્રાવાયલેટ કિરણો દ્વારા સ્કેન કરવામા આવશે. સ્કેન કરતા જ તેનો એન્જિન નંબર બતાવી દેશે ઉપરાંત ગાડી હશે એમની પુરી માહિતી મળી શકશે.

Leave a Response

error: Content is protected !!