રાજનીતિ

શું તમે ક્યારેય વિચાર્યું હતું ભારતીય રેલવે સ્ટેશન એરપોર્ટ જેવા સ્વચ્છ અને કલાત્મક હશે!!!

102views

ભારત દરેક ક્ષેત્રે બ્યુટિફિકેશન કરી રહ્યું છે તો આપણી રેલ્વે કેમ પાછળ રહે? આજે ભારતીય રેલ્વેની લોકપ્રિયતા વધી રહી છે સ્ટેશનોના બ્યુટિફિકેશન થઈ રહ્યા છે એક આધુનિક રેલ્વે સ્ટેશન હવે એરપોર્ટ જેવા સ્વચ્છ અને કલાત્મક જોવા મળે છે. તો આપણી સરકારના પ્રયત્નોથી રેલ્વે સ્ટેશનની બહારની દિવાલો સુંદર રંગોથી દોરવામાં આવી છે અને દિવાલોની આ પેઇન્ટિંગ્સ એ પછી સંસ્કૃતિના હોય કે સ્વચ્છતાનો સંદેશ આપે છે,ઇતિહાસ અને સભ્યતા વિશે માહિતી.આપે છે લોકો પોતાની કલાને ઓળખતા થયા છે એટલું જ નહિ તેનો ઉપયોગ દેશને આગળ લાવવાના પ્રયાસમાં સહભાગી થઈ પોતાની કલાનો ઉપયોગ પણ કરી રહ્યા છે આજે આપણા રેલ્વે સ્ટેશનો પણ જાણે કોઈ પેઇન્ટિંગ્સ એક્ઝિબિશન હોય તેવા દેખાઈ રહ્યા છે.

જયારે પાછું વળીને જોઈએ છીએ ત્યારે અહેસાસ થાય છે કે આપણે ઘણા આગળ નીકળી ગયા છીએ પણ હા, એક વાત એ પણ છે કે ‘હજુ દિલ્હી દૂર છે.’આમ ને આમ જ જો લોકો ભારતને બહેતર બનાવામાં લાગી જાય તો આપણા રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામે જોંયેલું “મિશન 2020″માં ભારત બનવાનું સ્વપ્ન જલ્દી જ સાકાર થશે.

ત્યારે આજે એટલું જરૂર કહીશ કે હવે ભારતવાસીઓ પણ એ જ કહેતા થયા છે…..

‘मेरे मुल्क की हिफाज़त ही मेरा फ़र्ज है और मेरा मुल्क ही मेरी जान है ,
इस पर कुर्बान है मेरा सब कुछ , नही इससे बढ़कर मुझको अपनी जान है।।’

Leave a Response

error: Content is protected !!