રાજનીતિ

હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનને ફાયર સેફ્ટીના મામલે 10 ઓક્ટોબર સુધીમાં રિપોર્ટ રજૂ કરવા કર્યો આદેશ

83views

સુરતના તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ રાજ્યમાં ફાયર સેફ્ટીનો યોગ્ય અમલ નહીં થતો હોવાથી હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. તેને પગલે સરકારે અત્યાર સુધી શું પગલાં લીધાં તે અંગે 10 ઓક્ટોબર રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે, રાજ્યમાં અનેક આગની દુર્ઘટના બની હોવા છતાં હજુ પણ ફાયર સેફ્ટી યોગ્ય અમલ ન કરતી હોવાનો દાવો સાથે જ બહુમાળી ઇમારતો માટે બનાવેલા ધારાધોરણોમાં ફેરફાર કરવાની જરૂર છે તેવી માંગ કરવામાં આવી હતી.

સરકાર તરફથી એવી દલીલ કરાઇ હતી કે, સુરતની ઘટના પછી પગલાં લેવાઇ રહ્યાં છે. કોર્ટે સરકારને આગામી દિવસોમાં શું પગલાં લેશે? તેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.1 વર્ષ અગાઉ હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનને ફાયર સેફ્ટીના કાયદાનું કડક પાલન કરાવવા આદેશ કર્યો હતો. એ પછી મ્યુનિપલે બહુમાળી ઈમારતોને નોટિસ પાઠવી હતી.

ફાયર સેફટીના સાધનોના ઇન્સ્ટોલેશન અને તેના રિન્યુઅલના નિયમોેનો ભંગ કરનાર સામે તકડક પગલા લેવાવા જોઈએ તેવી રજૂઆત કરી છે. ખાસ કરીને સ્કૂલો, હોસ્પિટલ્સ અને બહુમાળી ઇમારતો જયા મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય તેવી જગ્યાએ ફાયર સેફટીના કાયદા અનુસાર નિયમિત ચેકિંગ કરવા પણ રજૂઆત કરી છે.

Leave a Response

error: Content is protected !!