Corona Update

શું અમદાવાદ-સુરતમાંથી કોરોના દર્દીને બીજા જિલ્લામાં ખસેડવામાં આવશે ? વાઈરલ ખબરનું જાણો સત્ય

1.24Kviews

હાલ વોટ્સઅપમાં મેસેજ વાઈરલ થયો છે કે અમદાવાદ અને સુરતમાં કોરોનાના દર્દીને બીજા જિલ્લામાં ખસેડવામાં આવશે. અમદાવાદમાં હવે જગ્યા ના હોવાથી દર્દીને બીજા જિલ્લામાં ખસેડાશે. જો કે આ માત્ર અફવા છે.

રાજ્યના આરોગ્ય કમિશનર આજે બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે આજે પાલનપુરમાં આવ્યા હતા. પાલનપુરમાં આવેલા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, મેટ્રો શહેરોમાંથી એક પણ કોરોના દર્દીઓને અન્ય જિલ્લાઓમાં ખસેડવામાં નહિ આવે. તેથી રાજ્યની જનતાએ કોઈપણ પ્રકારની અફવાઓમાં આવવું નહિ. અમદાવાદ અને અન્ય શહેરોમાં કોરોના દર્દીઓ માટે પૂરતા બેડ ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર અને તંત્ર કોરોના દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહી છે. અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ પહેલા કરતા સારી છે. 

Leave a Response

error: Content is protected !!