રાજનીતિ

રાજ્યમાં આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની આગાહી, NDRFની ટીમ તૈનાત

107views

હવામાન વિભાગે આ આગાહી બંગાળની ખાડીમાં લો પ્રેશરના આધારે કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. જેના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. બંગાળના લો પ્રેશરના કારણે 3 જુલાઈ સુધી વરસાદની શક્યતા સેવવામાં આવી છે.

ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં વીજળી પડતાં છ લોકો દાઝી ગયા હતા. છ લોકોમાંથી એક વ્યક્તિનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયું છે.

વડોદરા હેડક્વાર્ટર ખાતે 7 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી 48 કલાક દરમિયાન વલસાડ, સુરત,ભાવનગર,પાલનપુરમાં 1-1 ટીમ તૈનાત રહેશે, જ્યારે રાજકોટ અને ગાંધીનગરમાં NDRFની 2-2 ટીમ તૈનાત રાખવામાં આવી છે. આ ટીમો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરૂં આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ફરીથી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.

NDRFની 15 ટીમ ખડેપગે

રાજ્યમાં ચોમાસું અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ગાંઘીનગરમાં બે-બે, સુરત, ભાવનગર, પાલનપુર, વલસાડમાં એક-એક ટીમ તેમજ વડોદરા હેડક્વાર્ટર ખાતે NDRFની સાત ટીમો ખડેપગે રાખવામાં આવી છે.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર ડવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, બરોડા, આણંદ, ખંડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે.

શુક્રવારે રાજ્યમાં મેઘમહેર યથાવત્

શુક્રવારે રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહી છે. સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વડોદરાના કરજણમાં નોંધાયો છે. આ ઉપરાંત બીજા નંબરે વલસાડના ઉમરગામમાં નોંધાયો છે.

Leave a Response

error: Content is protected !!