રાજનીતિ

મુંબઈમાં મેઘ તાંડવ, આજે સ્કૂલો-ઓફિસો બંધ, દિવાલ ધરાશાયી થતા 22 લોકોના મોત

124views

મુંબઈ અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન સેવાને ખૂબ અસર પહોંચી છે. પાલઘરના નાલાસોપારામાં રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ જવાને કારણે રેલ સેવા પ્રભાવિત થઈ છે.

વરસાદને કારણે હોસ્પિટલો અને રેલવે સ્ટેશનો પર પણ પાણી ભરાયા છે. બીજી તરફ હવામાન વિભાગે મંગળવારે પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારે વરસાદા પગલે મુંબઈમાં ખાનગી અને સરકારી ઓફિસોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. મુંબઈની વેસ્ટર્ન લાઇન પુરી રીતે ઠપ્પ થઈ ગઈ છે. વરસાદને પગલે 54 ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી છે. એટલું જ નહીં મુંબઈ માટેની ફ્લાઇટોની ટિકિટો આપવાનું બંધ કરવામાં આવ્યું છે.

ભારે વરસાદને કારણે બ્રૃહદ મુંબઈ કોર્પોરેશન તરફથી બીજી જુલાઈના રોજ તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. બીએસસીના જનસંપર્ક અધિકારીએ આ માહિતી આપી છે.

હવામાન વિભાગની તરફથી કહેવામાં આવ્યું છે કે આવતા 24 કલાકમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ તો બાકીના ભાગમાં ધીમી ધારે વરસાદ સતત ચાલુ રહેશે. રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન ઠપ થઇ ગયું છે. પાલઘર અને નાલાસોપારા રેલવે સ્ટેશન પર વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે. પાલઘરમાં આજે પણ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગની તરફથી વ્યકત કરાયું છે.

ભારે વરસાદને પગલે પશ્ચિમ કુર્લા ખાતે આવેલી કૈલાશ પરબત સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.

થાણેમાં રેલવે સ્ટેશન ખાતે ફસાયેલા મુસાફરોને રેલવે પ્રોટેક્શન ફોર્સ તરફથી ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો.

આપને જણાવી દઇએ કે મુંબઇમાં છેલ્લાં 48 કલાકથી ધોધમાર વરસાદ પડી ગયો છે. બીએમસીના અધિકારીઓના મતે આ વરસાદ છેલ્લાં 10 વર્ષમાં સૌથી વધુ છે. આપને જણાવી દઇએ કે સુરત જતી સ્પાઇસ જેટની એક ફલાઇટ રનવે પર લેન્ડિંગ દરમ્યાન આ જ રીતે લપસી ગઇ હતી.

ભારે વરસાદથી દીવાલ પડવાની બીજી ઘટના રાત્રે 12.30 વાગ્યે કલ્યાણમાં થઈ છે. અહીં નેશનલ ઉર્દૂ હાઈસ્કૂલની કમ્પાઉન્ડ દીવાલ પડવાથી 3 લોકોનાં મોત થયા છે. આ દીવાલની પાસે કેટલાક લોકો રહેતા હતા. આ દીવાલના કાટકાળની ઝપેટમાં આ લોકો આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે. પોલીસ, ફાયરબ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રેસ્ક્યૂ ટીમે કાટમાળમાંથી 4 લોકોને બહાર કાઢ્યા છે, તેમાંથી 3નાં મોત થઈ ગયા હતા. મૃતકોમાં 3 વર્ષની એક બાળકી પણ સામેલ છે. દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે કલ્યાણની રુક્મણી બાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મલાડ દીવાલ પડવાના કારણે ભોગ બનેલા લોકો અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી છે. રાજ્ય સરકારે ઘટનામાં ભોગ બનેલાઓના પરિવારોને 5-5 લાખ સહાય આપવાની જાહેરાત કરી છે.

વિરાર, પાલઘર, અને નાલાસોપારા સ્ટેશનો પર પાણી ભરાતા 16 અપ અને ડાઉન મેન લાઇન ટ્રેન્સને જોતા બીજા સ્ટેશનો પર રોકી છે અને વૈકલ્પિક વ્યવસ્થા પર કામ કરી રહ્યા છીએ. ટ્રેન નંબર 12904, 22904, 22928,12962, 12902, 19208, 19218, 22944,12928, 12264, 19424, 12450,19020, 59442, 12298 અને 12268ને કેટલાંક સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે. આ સિવાય 8 ટ્રેન રદ્દ કરાઇ છે, જેમાં ગાડી નંબર 12922, 59024, 12009, 22953, 59038, 59440, 69164 અને 69174 સામેલ છે.

Leave a Response

error: Content is protected !!