રાજનીતિ

અમદાવાદમાં અષાઢી મેહુલિયો જામ્યો, જાણો ક્યા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ

355views

છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે પણ બપોરે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદનો પ્રારંભ થયો છે. શહેરના એસ.જી. હાઈવે, પ્રહલાદનગર, વાસણા, જીવરાજ પાર્ક, શ્યામલ, પકવાન ચાર રસ્તા, સરખેજ, નહેરુનગર, જોધપુર, શાહીબાગ, શિવરંજની સહિત અનેક વિસ્તારમાં વરસાદનો પ્રારંભ થયો છે.

સવારથી જ મેઘાએ દેખા દિધી છે. સામાન્યથી ભારે વરસાદ પડી અવિરતપણે પડી રહ્યો છે. વાતાવરણ આલહાદ્ક બનતા અમદાવાદીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના પણ હવે અમદાવાદમાં હળવો બન્યો છે ત્યારે લોકો વરસાદી મજા પણ માણી રહ્યા છે.

શહેરમાં આજે વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. શહેરના સેટેલાઈટ, ગોતા, બોડકદેવ, આશ્રમ રોડ, સાયન્સ સિટી, એસ.જી. હાઇવે,પાલડી, RTO, સુભાષબ્રિજ, રાણીપ, ન્યૂ રાણીપ, ઓગણજ, શિવરંજની, અને જગતપુર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે

Leave a Response

error: Content is protected !!