રાજનીતિ

આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ, માછીમારોને દરિયો ના ખેડવા સુચના

627views

આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

  • ભારે વરસાદના કારણે માછીમારોને 4થી 7 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
  • રાજ્યમાં આવતીકાલથી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.
  • રાજયમાં શનિવારથી મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
  • શનિવારે સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
  • અમદાવાદ શહેરમાં પણ 5 તારીખથી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
  • હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં સિઝનના વરસાદની જે ઘટ છે તે ચાર દિવસમાં પૂર્ણ થશે.

Leave a Response

error: Content is protected !!