જાણવા જેવુ

અરે રે…છોકરાએ સગાઈ પછી આપ્યો MIનો ફોન પછી શું થયું વાંચો આખો કિસ્સો

767views

પહેલા આપણે ત્યાં લગ્ન બાબતે છોકરીવાળા અને છોકરવાળા સામે સામે બેસી લગ્નમાં છોકરીને શું શું વસ્તુઓ આપશે એ વાત કરવાનો રિવાજ હતો જે છોકરાવાળા માંગે એને દહેજ કહેવામાં આવે છે.

આ દહેજની પ્રથાને એક કુરિવાજ ગણવામાં આવે છે પણ આજ કાલ મામલો તો એકદમ રિવર્સ ચાલે છે છોકરીઓ માંગણી કરે અને છોકરવાળા એને પુરી કરે છે પણ આજે એક નવો જ કિસ્સો સામે આવ્યો.

હિના અને ધ્રુમિલ બન્ને સગાઈના બંધનમાં બંધાણા.ધ્રુમિલે તેની થનાર જીવનસાથીને એક MI નો ફોન ગિફ્ટ આપી પણ હિનાના સપનાઓ IPhonરૂપી ખૂબ ઉંચી ઉડાન ભરી ચુક્યા હતા અને હીનાને તો આ ઓછી કિંમતનો મોબાઈલ મંજુર ન હતો અને આ પ્રેમાળ સંબંધે આગળ વધે એ પહેલાં જ દમ તોડી દીધો.

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી એક 10 મિનિટની અને બીજી 4 મિનિટની ક્લિપ ધ્યાનપૂર્વક સાંભળી. 14મિનિટનો આ વાર્તાલાપ દીકરી-દીકરાના માતા-પિતાને અને સમાજને ઘણું-ઘણું કહી જાય છે. આ સંવાદ મજાકના સ્વરૂપ કરતા પણ સમાજ માટે વોર્નિંગ બેલ સમાન લાગે છે.

જેની હજુ સગાઈ થઈ છે એવી એક છોકરીની મોટીબેન પ્રથમ 10 મિનિટ છોકરાના પપ્પા સાથે અને પછી 4 મિનિટ છોકરાની મમ્મી સાથે વાત કરે છે. ઘણા મિત્રોએ આ વાતચીતની ઓડિયો ક્લિપ સાંભળી જ હશે. વાતનો મૂળ મુદ્દો એ હતો કે સગાઈ બાદ છોકરાએ છોકરીને MIનો સ્માર્ટ ફોન ગિફ્ટમાં આપ્યો પણ છોકરીની બહેન એવું કહે છે કે ‘આ તો સાવ સામાન્ય કંપનીનો મોબાઈલ છે બીજી કોઈ સારી કંપનીનો ફોન આપવો જોઈએ. મારી બહેન તો આઈફોનનો વિચાર કરતી હતી પણ એને MIનો ફોન મળ્યો. જો એની ફ્રેન્ડ્સ એને પૂછે કે તને તારા ફિયાન્સે કયો ફોન આપ્યો ? તો છોકરી શુ જવાબ આપે ? એને બિચારીએ એની ફ્રેન્ડ્સ સામે નીચે જોવાનું થાય અને એની આબરૂ જાય’

સાલું આપણી આબરુનો અંદાજ મોબાઈલના આધારે નક્કી થશે ? જો એવું જ હોય તો તો ડો.કલામ, રતન ટાટા વગેરે જેવા મહાનુભાવો આબરૂ વગરના ગણવાના ને ? કારણકે એ તો સામાન્ય મોબાઈલનો ઉપયોગ કરતા અને કરે છે.
આપણામાંથી મોટાભાગના લોકો તો સામાન્ય મોબાઈલમાં જેટલા ફીચર્સ આપવામાં આવે છે એનો પણ પૂરતો ઉપયોગ કરતા નથી/કરતા આવડતું નથી. હજુ તો સગાઈ વખતે જ આવી અપેક્ષાઓ હોય તો લગ્ન પછી તો શું થાય ? છોકરીની બહેન વાત કરતા એમ પણ કહે છે કે ‘અમારા ઘરે મારી બહેન જે વસ્તુ પર હાથ મૂકે એ એના માટે હાજર થઈ જાય.’ સંતાનોની ઈચ્છાઓ જરૂરથી પૂરી કરીએ પણ અમુક વસ્તુઓ વગર પણ જીવન મોજથી જીવી શકાય એનો અનુભવ પણ દીકરા-દીકરીને કરાવવો જોઈએ જેથી વિપરીત પરિસ્થિતિમાં પણ ટકી રહેવાય.

હવે આ કિસ્સામાં ભૂલ કોની છે એ તો કહેવું ખૂબ મુશ્કેલ છે પણ આ મોબાઈલ હવે લોકોમાં એટલા મહત્વના બની ગયા છે કે એના પર જ સબંધનો બધો આધાર રહી ચુક્યો છે.

“મોબાઈલે બનાવ્યા સંબંધ,

મોબાઈલે જ ડૂબાડયા સંબંધ ,હવે માણસ કરતા પણ બની ગયા મહત્વના મોબાઈલ

આજે નારીને પ્યારી છે સૌભાગ્ય કરતા સુવિધા”

તો તમે શું માનો છો આ કિસ્સામાં કોણ હાર્યું? ધ્રુમિલનો ઉભરતો સંબંધ કે હીનાના સપનાંઓ જણાવો તમારો અભિપ્રાય

લોકોએ ખૂબ ઉડાડી આ કિસ્સાની મજાક જુઓ:

Leave a Response

error: Content is protected !!