રાજનીતિ

લોકડાઉનમાં હાઈકોર્ટે કર્યુ ધડાધડ કામ, 99 દિવસોમાં 8138 કેસોમાંથી 7367 કેસોનો નિકાલ કર્યો

409views

 ગુજરાત હાઇકોર્ટે કોરોના મહામારી દરમ્યાન થયેલા લોકડાઉનમાં  કામ અટકાવ્યું નથી. કેસનો ધડાધડ નિકાલ આવે અને ન્યાય જલ્દી મળે તે માટે કામકાજ ચાલુ જ રખાયુ હતું

કોરોનાના કારણે હાઇકોર્ટમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી ચાલુ રાખી હતી. ચીફ જસ્ટીશ વિક્રમનાથના નેતૃત્વમાં હાઇકોર્ટે ન્યાયાધીશો, સરકારી વકીલો ત્થા કોર્ટ સ્ટાફે કોરાના યોધ્ધાના રૂપમાં લોકો માટે ન્યાયના દ્વાર ખુલ્લા રાખ્યા હતાં. જેમાં લોકડાઉન દરમ્યાન જારી થયેલ રિપોર્ટ મુજબ,

  • વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાઇકોર્ટમાં થયેલ સુનાવણીમાં ૮૧૩૮ કેસો દાખલ થયા હતાં.
  • જેમાંથી ૭૩૬૭ કેસોનો નિકાલ કર્યો હતો.
  • કોરોના મહામારી દરમ્યાન ઉનાળુ વેકેશનને પણ રદ કરવામાં આવ્યું હતું.
  • આ સમય દરમ્યાન સીંગલ બેંચ સમક્ષ પપ૭, ડીવીઝન બેંચ સમક્ષ ૧૦૮ સીટીંગ યોજાયા હતાં.
  • વિડીયો કોન્ફરન્સ દ્વારા થયેલ સુનાવણી ન્યાયાધીશો દ્વારા ‘વર્ક ફોર હોમ’ એટલે કે, પોતાના નિવાસ સ્થાનેથી કરી હતી

Leave a Response

error: Content is protected !!