Corona Update

કોરોના મુક્તિની દિશામાં ગુજરાતની હરણફાળ, ડિસ્ચાર્જ રેટ દશ દિવસમાં બમણો 15.58થી વધીને 32.64 ટકા થયો

2.75Kviews
  • ગુજરાતમાં કોરોનાના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થયા.
  • આજે 454 દર્દીઓ ડિસ્ચાર્જ થયા.
  • ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ છેલ્લા દશ દિવસમાં બમણો 15.58 થી 32.64 ટકા થયો.
  • જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 30.75 ટકા કરતાં પણ વધારે છે.
  • પંજાબનો ડિસ્ચાર્જ રેટ 9 % છે. પશ્ચિમ બંગાળનો 21%, તામિલનાડુનો 28%, ઓરિસ્સાનો 21%, મહારાષ્ટ્રનો 19%, ચંદીગઢનો 14 % અને દિલ્હીનો ડિસ્ચાર્જ રેટ 30.09 % રહ્યો છે.
  • જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ 32.64 ટકાએ પહોંચ્યો છે.

 

જો તમે દિલથી ગુજરાતી હશો તો આ સમાચાર સાંભળીને હાશકારો થશે. ગુજરાત મોડલની વાહ વાહી માત્ર રાજ્યમાં જ નહિ દેશના ખુણે ખુણે થઈ રહી છે. ગુજરાત સરકારના અથાક પ્રયત્નો બાદ ગુજરાતે આ સિદ્ધિ હાસંલ કરી છે. ગુજરાતમાં એક જ દિવસમાં 454 જેટલા યોદ્ધાએ કોરોનાને માત આપી છે સાથે જ અનેક શહેરનો ડિસ્ચાર્જ રેટ પણ વધ્યો છે.

સુરત. શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 933 પર પહોંચી ગયો છે. જોકે,સારા સમાચાર એ છે કે, ગત રોજ સિવિલ હોસ્પિટલની તબીબ અને સ્ટાફ નર્સ સહિત શહેર જિલ્લામાં કોરોનાને મ્હાત આપી 62 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે અત્યાર સુધીમાં કુલ 530 વ્યક્તિઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. જેથી રિકવરી રેટ 57 ટકા જેટલો થઈ ગયો છે.

વડોદરામાં છેલ્લા 6 દિવસમાં કોરોના મુક્ત થનારા દર્દીઓનો આંક ડબલ થયો, 146થી વધીને 291 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

વડોદરા શહેરમાં 4 મે સુધી 146 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. પરંતુ 10 મે સુધીના 6 દિવસમાં 145 વધુ દર્દીઓ સાજા થયા છે. આમ વડોદરામાં માત્ર 6 દિવસમાં જ કોરોના મુક્ત થનારા દર્દીઓ ડબલ થઇ ગયા છે. જે વડોદરા શહેર માટે ખુબ જ સારા સમાચાર છે.
વડોદરામાં અત્યાર સુધી 52.81 ટકા દર્દીઓ સાજા થયા
વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 551 દર્દીઓ નોંધાયા છે. જે પૈકી 291 દર્દીઓ સાજા થઇને ઘરે જઇ ચુક્યા છે. આમ વડોદરામાં 52.81 ટકા લોકો કોરોના મુક્ત થઇ ચુક્યા છે. વડોદરામાં શનિવારે 52 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ છે. આ ઉપરાંત રવિવારે 41 દર્દીઓ કોરોના મુક્ત થઇને ઘરે પહોંચ્યા હતા.

Leave a Response

error: Content is protected !!