વિકાસની વાત

હિંમતનગર થી અમદાવાદ રેલ સેવા પંદર દિવસમાં શરૂ થશે

92views

અમદાવાદ થી હિંમતનગર રેલ્વે ટ્રેકની ગેજ પરિવર્તનની કામગીરીનો સીઆરએસ થઈ ગયા પછી રેલ્વે વ્યવહારની સુવિધાઓ શરૂ થાય તેની કાગળોએ રાહ જોવાઈ રહી છે. રેલ્વે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જે કામગીરી બાકી હતી તે કામગીરીને પૂરી કરવા માટે તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને પંદર દિવસમાં હિંમતનગર-અમદાવાદ રેલ સેવા માટે તૈયાર થઈ જશે. રેલ્વે મંત્રાલયની લીલી ઝંડી માટે રાહ જોવાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2016 ડિસેમ્બરથી હિંમતનગર-અમદાવાદ 87 કિમી ના રેલ્વે ટ્રેકના ગેજપરિવર્તન માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 400 કરોડ કરતા પણ વધારે ખર્ચ થયો છે. જો કે, 40-50ની સ્પીડથી દોડતી ગાડીની જગ્યાએ હવે 10 કિ.મીની સ્પીડ થી દોડતી રેલ્વે જોવા મળશે. તેમજ અઢી વર્ષથી ચાલી રહેલ ગેજપરિવર્તન કામગીરી પછી રેલ્વે સીઆરએસ ઈન્સ્પેક્શન ટ્રાયલ પણ થઈ ગઈ છે અને જોવા મળ્યું છે.

રેલ્વે સ્ટેશન પર પીવાનું પાણી શરૂ કરવા કનેક્શન આપવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. જે આવનારા દિવસોમાં પૂરી થઈ જશે. હવે રેલ્વે મંત્રાલયની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. નોંધનીય છે કે બ્રોડગેજ રેલ્વે સુવિધાને ચૂંટણી નડી ગયા બાદ હવે રેલ્વે મંત્રાલયને લીલી ઝંડી મળવાની રાહ જોવાઇ રહી છે.

 

રિપોર્ટર,કુલદિપ ભાટીયા

હિમંતનગર

Leave a Response

error: Content is protected !!