રાજનીતિ

અજીત ડોવાલની એન્ટ્રીથી ચીન માત્ર બે કલાકમાં બેકફુટ પર ગયુ, PM મોદીના ખાસ ડોવાલે એવુ શું કર્યુ ?

1.33Kviews

ભારત અને ચીન વચ્ચે મે મહિનાથી ચાલી રહેલા વિવાદમાં હવે મોટા સમાચાર સામે આવ્યા છે. 15 જૂને જ્યાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. ત્યાંથી હવે ચીની સેનાએ લગભગ 1 કિમી પીછેહઠ કરી છે. સેનાઓ વચ્ચે સતત સૈનિકોને પાછળ ધકેલવા અંગે મંથન ચાલી રહ્યું હતું. એવી સ્થિતિમાં આને પ્રક્રિયાનું પહેલું પગલું માનવામાં આવી રહ્યું છે.

ચીનને ઝુકાવવામાં અજીત ડોવાલે મહત્વની ભૂમિકા અદા કરી હતી.

લદ્દાખની ગલવાન ખીણમાંથી ચીની સૈનિકોને પાછા ધકેલવા માટે નરેન્દ્ર મોદી સરકારે પોતાના સૌથી શક્તિશાળી કૂટનૈતિક હથિયારનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલને મેદાનમાં ઉતાર્યા હતાં અને તેમણે રવિવારે ચીની સમકક્ષ વાંગ યી સાથે લગભગ બે કલાક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી હતી.

ભારતના જેમ્સ બોન્ડ એક્શનમાં ડોવાલ

ડોવાલે વાંગ યી સાથે વાતચીતમાં તમામ મુદ્દે ચર્ચા કરી હતી. બંને વચ્ચે ગઈ કાલે રાત્રે 2 કલાક જેટલો સમય વાતચીત ચાલી હતી. માનવામાં આવી રહ્યું છે કે, લદ્દાખ સરહદે બંને પક્ષોના સૈનિકોને પાછા હટાવવા પાછળ આ વાતચીત જ જવાબદાર રહી.

ફરી ગલવાન ઘાટી જેવી સ્થિતિ ના ઉભી થાય તેને લઈને પણ ચર્ચા

ડોવાલે ગઈ કાલે વીડિયો કોલ પર ચીની વિદેશ મંત્રી અને સ્ટેટ કાઉંસિલર વાંહ યી સાથે વાતચીત કરી. સૂત્રોનું કહેવું છે કે, વાતચીત ઘણી સૌહાર્દપૂર્ણ અને દૂરદર્શી રહી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને વચ્ચે વાતચીતમાં ભવિષ્યમાં ગલવાન ખીણ જેવી ઘટનાઓ થતી રોકવા માટે શાંતિપૂર્ણ સ્થિતિ જાળવી રાખવા પર વાતચીત થઈ હતી જેથી કરીને બંને દેશો વચ્ચે સ્થિતિ વધારે વિકટ ના બને.

વિવાદાસ્પદ વિસ્તારમાંથી સેના હટાવવા પર સહમતિ

વાતચીત દરમિયાન બંને પક્ષ વચ્ચે એ વાત પર સમહતિ બની કે જેમ બંને તેમ ઝડપથી વિવાદીત વિસ્તારમાંથી સૈન્ય પાછુ હટાવવામાં આવે અને ત્યાં શાંતિ સ્થાપિત થાય. બંને પક્ષો તેના માટે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક તૈનાત કરવામાં આવેલા સૈનિકોને હટાવવા માટે પણ સહમત થયા હતાં. ભારત અને ચીન તબક્કાવાર LAC પરથી પોતાના સૈનિકો હટાવવાની વાતને લઈને પણ સહમત થયા હતાં.

Leave a Response

error: Content is protected !!