રાજનીતિ

હિંદુ ધર્મ વિરુદ્ધ ટ્વીટર પર ફેલાઈ રહી છે અરાજકતા.. કોણ કરી રહ્યુ છે આ ષડયંત્ર ?

116views

હિંદુ ધર્મ વિરુદ્ધ બોલીને લોકો પોતાને મોટા જ્ઞાની સમજે છે. કોઈ પણ ધર્મનો નેગેટિવ પ્રચાર એ બુદ્ધિશાળી નહિ અધુરા જ્ઞાનીની નિશાની છે. સર્વધર્મ સમભાવ એ ભારતીય સંસ્કૃતિ છે પણ ટ્વીટર પર આ વાત અમુક લોકો ભુલી રહ્યા છે.

ટ્વીટર આજે સૌથી મોટું સોશિયલ મીડિયા કહી શકાય જ્યાંથી સમાચારનો ઉદ્દભવ થાય છે. આટલું મોટું મીડિયમ હોવાથી ટ્વીટર  પર ફેલાતી અરાજકતા રોકવી જરૂરી છે. આપણે પહેલા હિંદુ,મુસ્લિમ નહિ પહેલા ભારતીય છે એ યાદ રાખવું જોઈએ. ટવીટર અને બીજા મીડિયામાં ફેલાતી આ અરાજકતા ઉપર પોલિસે સખત વલણ અપનાવવું જોઈએ. મમતા દીદીના એક મીમ્સ બનાવવા ઉપર કોઈને જેલ થઈ શકે તો કોઈ ધર્મને કારણ વિના બદનામ કરવા પાછળ પગલા કેમ નથી લેવાતા ?

હિંદુ  ધર્મ વિરુદ્ધ  બોલવુ અને તેના વિરુદ્ધ મીમ્સ બનાવવા એ ફેશન બની ગઈ છે. યુવાનો આ ષડયંત્રમાં ફસાતા જાય છે. આ કદાચ કોઈ રાજનૈતિક ષડયંત્ર પણ હોય શકે.  પણ લોકસભાની ચૂંટણીમાં સૌ કોઈએ સાબિત કરી દીધુ કે હિંદુ મુસ્લિમની વચ્ચે ફાંટા પડાવવાથી જીતી નહિ શકાય હવે ‘સબકા સાથ સબકા વિકાસના’ દિવસો છે.

 

Leave a Response

error: Content is protected !!