રાજનીતિ

પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર

84views

પાકિસ્તાનની નાપાક હરકતોથી આપણે સૌ વાકેફ છીએ જ. અત્યારે પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ ડર અને દહેશતના વાતાવરણમાં જીવી રહ્યા છે.

પાકિસ્તાનમાં સગીર વયની હિન્દૂ દીકરીઓના અપહરણ કરી તેમનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે. આ ઘટનાઓ વધી રહી હોવાને કારણે ત્યાંના હિન્દૂ પરિવારોમાં ખૌફનો માહોલ છે. આ પરિસ્થિતિ જોતા પાકિસ્તાનમાં રહેતા 120 હિન્દૂ લોકો ભારત આવી પહોંચ્યા છે.

પાકિસ્તાનમાં ધર્મની આડમાં દીકરીઓ ના બળાત્કાર અને અપહરણ કરવામાં આવે છે. આના કારણે 120 હિન્દૂ લોકો અટારી – વાઘા બોર્ડરના રસ્તે ભારત પહોચ્યા છે. પાકિસ્તાનથી 120 લોકો 25 દિવસના ધાર્મિક વિઝા પર આવ્યા છે. તે બધા હાલ ઇન્દોર જવાના છે.

પાકિસ્તાનથી આવેલા હિન્દુઓનું એવું કહેવું છે કે તેનો પાકિસ્તાન પરત જવા ઇચ્છતા નથી. ત્યાં તેમની દીકરીઓ અને પરિવાર સુરક્ષિત નથી.

આ જ મહિનામાં પાકિસ્તાનના સિંધપ્રદેશમાંથી 18 વર્ષની એક હિન્દુ દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેનો આરોપ તેના જ ટ્યુશન ટીચર પર લાગ્યો હતો જે હાલ ફરાર છે.

તથા આ વર્ષના માર્ચ મહિનામાં 2 હિન્દૂ બહેનોનું પણ અપહરણ કરી બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ પાકિસ્તાનમાં અને ભારતમાં પણ ઉહાપોહ મચી ગયો હતો. તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આ ઘટનાને લઈને 3 ટ્વીટ પણ કર્યા હતા.

ઘટનાની ગંભીરતાને તથા વાત વાયુવેગે પ્રસરતી જોઈ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ સમય જતાં ઘટના પર કોઈનું ધ્યાન ન રહ્યું. આવા તો અનેક કિસ્સાઓ કે જે ત્યાંના લોકલ સમાચાર પત્રો કે ન્યુઝ ચેનલો બતાવતા નથી.

Sonali Mehta

( Voice of Gujarat )

Leave a Response

error: Content is protected !!