વિકાસની વાત

પીએમ મોદીને ટીવી પર શપથ લેતા જોઈને ભાવુક થયા હીરાબા

116views

વડાપ્રધાન મોદીની શપથવિધિને તેમની માતા હીરાબાએ ઘેર બેઠા ટીવીમાં જોઈ હતી. ત્યારે હીરાબા ભાવુક થઈ ગયા હતા. તેમને શુભેચ્છા પાઠવવા ગાંધીનગરના લોકો દૂર દૂરથી ભેગા થયા હતા. તેમજ ગાંઘીનગરમાં મોદીના નિવાસ્થાને મોદીના વડાપ્રધાનપદે બિરાજવાની ખુશીમાં આતશબાજી કરવામાં આવી હતી અને ખુશીનો માહોલ યોજાયો હતો.

નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કરતા “મૈં નરેન્દ્ર દામોદરદાસ મોદી”…. બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમના વૃદ્ધ માતાની આંખો ભીની થઈ ગઈ હતી. તેમજ પોતાના સમગ્ર જીવનનો આ સર્વશ્રેષ્ઠ દિવસ હતો તેવી અભિવ્યક્તુ દેશના વડાપ્રધાનના માતાના ચહેરા પર જોવા મળી હતી.
ટેલિવિઝન પર જ્યારે પીએમ મોદી શપથ લેવા માટે આવ્યા ત્યારે હીરાબાએ તાળીઓ પાડી અને પુત્રની સફળતાને વધાવી લીધી હતી. પ્રથમ વાર પણ જ્યારે વડાપ્રધાન મોદીએ શપથ લીધા હતા ત્યારે તેમના પરિવારમાંથી કોઈ વ્યક્તિને આમંત્રણ નહોતું અપાયું અને બીજી વાર પણ જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેમના પરિવારમાંથી કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.

નરેન્દ્ર મોદી આજે બીજીવાર પીએમ પદ તરીકે શપથ લીધા ત્યારે દેશ-વિદેશથી હજારો લોકોએ હાજરી આપી હતી. જો કે તેમની પરિવારના સભ્યો શપથવિધિમાં હાજર ન હતા. સમગ્ર પરિવારે શપથવિધિ ઘરે બેઠા જોઈ હતી. ત્યારે સમગ્ર પરિવારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ મોદી પરિવારની આ ખુશીમાં સહભાગી થવા માટે આજુબાજુના પરિવારના લોકો પણ જોડાયા હતા. તેમજ નરેન્દ્ર મોદીના ઘરની બહાર આતશબાજી કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીના માતા હીરાબાનાં ગાંધીનગર સેક્ટર-22માં આવેલા સરકારી નિવાસ્થાનની બહાર આજ સવારથી મીડિયાનો મેળાવડો જોવા મળ્યો હતો. અને નરેન્દ્ર મોદીના પરિવારજનો સાથે વાત કરવા માટે પ્રયત્ન કર્યો હતો.

 

સોશિયલ મીડિયામાં પણ હિરા બાના આ ફોટોને લઈને લોકો ભાવુક થયા છે.

error: Content is protected !!