વિકાસની વાત

‘હિટમેન’ રોહિત શર્માની તાબડતોબ સદી, ‘શર્માજી કા બેટા’એ પાકિસ્તાનને હંફાવ્યું !

102views

રોહિત શર્માએ ફરીથી તેની બેટિંગનો જાદુ દેખાડી લાખો ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધા છે. ક્રિકેટ વિશ્વમાં હિટમેનના નામથી જાણીતો રોહિત શર્માએ આજે ફરી એક વાર સદી ફટકારી છે. પાકિસ્તાનના બોલર્સને ધુળ ચટાડીને માત્ર 85 બોલમાં 100 રન પુરા કર્યા અને 34 બોલમાં 50 રન પુરા કર્યા. જો કે 140 રન બનાવીને રોહિત શર્મા આઉટ થયો પણ એ પહેલા પાકિસ્તાનના બોલર્સના ધજ્જિયા ઉડાડી વન ડે ઈન્ટરનેશલમાં 24મી સદી પુરી કરી.રોહિત શર્માની સદીમાં 9 ચોક્કા અને 3 છક્કાએ સદી પુરી કરી આ પહેલા પણ દક્ષિણ આફ્રિકા સામે 122 રનની શાનદાર પારી સાથે સદી ફટકારી હતી.

રોહિત શર્માની વિશ્વકપમાં ત્રીજી સદી છે આ પહેલા 2015માં બાંગ્લાદેશ સામે અને હવે 2019  દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સામે સદી બનાવી. રોહિત શર્માની આ પારીને લોકોએ વધાવી લીધી છે. ખાસ કરીને આજે ફાધર્સ ડે હોવાથી સોશિયલ મીડિયામાં લોકો શર્માજી કા બેટા કહીને સંબોધી રહ્યા છે.

ભારત તરફથી વિશ્વકપમાં સૌથી ઝડપી સદી 

81 બોલમાં વિરેન્દ્ર સહેવાગ બરમુડા સામે

83 બોલમાં વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે 

84 બોલમાં સચિન કેન્યા સામે 

84 બોલમાં શિખર ધવન આયરલેન્ડ સામે

85 બોલમાં રોહિત શર્મા પાકિસ્તાન સામે

 

 

Leave a Response

error: Content is protected !!