Corona Update

માવા ખાવાવાળા માટે સમાચાર, ‘સ્પિટિંગ ગ્લાસ’ આવ્યા માર્કેટમાં થુંકવા માટે હવે નહિ ભરવો પડે દંડ

860views

માવા ખાવાવાળા માટે સારા સમચાક છે. હવે થુંકવાની કોઈ ઝંજટ નહિ રહે. માર્કેટમાં ખાસ પ્રકારના ગ્લાસ આવી ગયા છે. થુંકવા પણ મળશે અને કોઈ દંડ પણ નહિ ભરવો પડે. આડેધડ થુંકવાથી કોરોના વધુ ફેલાઈ રહ્યો છે ત્યારે તેનો ઉપાય આવી ગયો છે.

અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જાહેરમાં થૂંકવા પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જાહેરમાં થૂંકનાર અને પાનના ગલ્લાવાળાને 200થી 10 હજાર સુધીનો આકરો દંડ ફટાકરાય રહ્યો છે. તેવામાં જાહેરમાં થૂંકવાના દંડથી બચવાનો જુગાડ કરવામાં આવ્યો છે. પાનના ગલ્લા પર થૂંકવા માટેનો ડિસ્પોઝબલ સ્પિટિંગ ગ્લાસ મળવા લાગ્યો છે. જેથી ગલ્લા પાસે કે જાહેરમાં થૂંકવાની જરૂર ન રહે અને દંડથી પણ બચી શકાય. આ સ્પીટ ગ્લાસની ડિમાન્ડ હવે શહેરમાં વધી રહી છે. આ ગ્લાસની ખૂબી એ છે કે તે થૂંકને શોષી લે છે.

આ ગ્લાસની ખુબી…
જે કારમાં, ઘરમાં ઓફિસમાં કે અન્ય સ્થળે લ જઇ શકાય છે. આ ગ્લાસની ખૂબી એ છેકે, તેમાંથી થૂંકવાથી તે થૂંકને શોષી લે છે અને ગ્લાસ કોરો થઇ જાય છે. સાથે જ ગંધ પણ દૂર થઇ જાય છે. 

Leave a Response

error: Content is protected !!