રાજનીતિ

અમદાવાદ રથયાત્રામાં આવશે અમિત શાહ, 23 તારીખે રથયાત્રાના રૂટ પર રહેશે જનતા કરફ્યુ

5.4Kviews

અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. રથયાત્રાને રાજ્યના ગૃહવિભાગે મંજૂરી આપી દીધી છે. નિયત સમયે નિયત રૂટ પર જ નીકળશે. કોરોનાને કારણે સાદાઈથી નીકળશે રથયાત્રા. કોરોનાનાં કપરા સમયમાં પણ નગરનાં નાથ નગરચર્યાએ નીકળશે. પણ આ રથયાત્રામાં નાગરિકો રસ્તા પર આવીને રથયાત્રા જોઈ શકશે નહીં. માત્ર ઘરે બેઠાં ટીવીમાં કે ઓનલાઈન રથયાત્રા નિહાળી શકશે. આ અંગેની સત્તાવાર જાહેરાત આવતીકાલે થઈ શકે છે.

  • 23 જૂનનાં રોજ અમદાવાદમાં રથયાત્રા નીકળશે.
  • રથયાત્રાના જે વિસ્તારોમાંથી નીકળશે તે વિસ્તારોમાં જનતા કરફ્યુ લાગુ પડશે.
  • લોકો પોતાના ઘરોનાં ધાબા પરથી રથયાત્રાને જોઈ શકશે
  • . વર્ષો પહેલાં શહેરની તણાવપુર્ણ સ્થિતિમાં આ રીતે રથયાત્રા નીકળતી હતી.
  • માત્ર 200 લોકોની સાથે જ રથયાત્રા નીકળશે. મંદિર પ્રશાસન તરફથી આ લિસ્ટ જાહેર કરવામાં આવશે.
  • આવતીકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
  • શક્યતા છે કે, ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રામાં હાજર રહેશે.
  • દર વર્ષેની જેમ આ વર્ષે પણ સીએમ જ પહિંદ વિધિ કરશે.

Leave a Response

error: Content is protected !!