Corona Update

दानं हि सर्वेव्यसनानि हन्ति : અમિતભાઈ શાહ દ્વારા ગાંધીનગર મત વિસ્તારમાં 60 હજાર રાશનનું વિતરણ

426views
दानेन भूतानि वशी भवन्ति
दानेन वैराण्यपि यान्ति नाशम् ।
परोऽपि बन्धुत्वभुपैति दानैर्
दानं हि सर्वेव्यसनानि हन्ति ॥

જેનો અર્થ થાય છે કે દાન કરવાથી દુશ્મનાવાટ ખતમ થાય છે. દાન કરવાથી જ સંકટ દુર થાય છે. આ શ્વોકને સાર્થક કરતા અમિતભાઈ શાહે ગાંધીનગરમાં રાશનનું વિતરણ કર્યુ. દેશના ગૃહમંત્રીની સાથે સાથે તેઓ સાંસદ હોવાની ફરજ પણ પુરી રીતે નીભાવી રહ્યા છે. આથી જ પોતાના ગાંધીનગર મત વિસ્તારમાં નાનામાં નાના લોકોની મદદ કરી રહ્યા છે. દાળ-ચોખા તેલ જેવી જીવન જરૂરીયાતની વસ્તુની કીટ બનાવી લોકોને ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. ગાંધીનગરમાં કોઈ જરૂરીયાતવાળું ભુખ્યુ ના રહે તેની ધ્યાન અમિતભાઈ સતત રાખી રહ્યા છે.

આ કાર્ય સોશિયલ ડિસ્ટન્સ સાથે થાય તે માટે ભારતીય જનતાના કાર્યકર્તાઓ રાત -દિવસ મહેનત કરી રહ્યા છે. કોરોનાને કારણે સંક્રમણ ફેલાય નહિ તે રીતે કીટનું વિતરણ કરવામાં આવે છે. તો  રાશન કીટની સાથએ માસ્ક અને પ્રધાનમંત્રીની ગરીબ કલ્યાણ યોજનાની પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવે છે.

Leave a Response

error: Content is protected !!