રાજનીતિ

હવે આવ્યું ઉંટ પહાડની નીચે : ગૃહમંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશનની તપાસ માટે આદેશ આપ્યા

491views

આખરે વિવાદીત ફાઉન્ડેશનની તપાસ માટે ગૃહમંત્રાલય એક્શનમાં આવ્યું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશન જેમાં ચીન,ઝાકિર નાઈક જેવા દેશને નુકશાન કારક તત્વોએ ફંડિંગ કર્યુ હતું. આ ફાઉન્ડેશનના અધ્યક્ષ સોનિયા ગાંધી છે. આ સાથે જ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર સંકંજો કસાયો છે. કરોડો દેશવાસીઓ સાથે છેતરપિંડી કરનાર રાજીવ ગાંધી ફાન્ડેશનનું સત્ય હવે દેશ સામે ઉઘાડુ પડશે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી 3 લાખ ડોલર(ત્યારે 90 લાખ રૂપિયા) મળ્યા હતા

  • કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસના આદેશ આપ્યા છે.
  • હોમ મિનિસ્ટ્રીએ તેના માટે એક ઈન્ટર મિનિસ્ટ્રિયલ કમિટિ પણ બનાવી છે. જે કોઓર્ડિનેશન કરશે.
  • તપાસનું નેતૃત્વ EDના એક સ્પેશ્યલ ડિરેક્ટર કરશે.
  • આ વખતે ગાંધી પરિવાર સાથે જોડાયેલા આ બન્ને ટ્રસ્ટે નિયમોનું ઉલ્લંઘન તો નથી કર્યુંને તેની તપાસ કરાશે.  
  • રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, કુલ ત્રણ ટ્રસ્ટોની તપાસ કરાવવામાં આવશે.
  • જેમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સામેલ હશે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અને ઈનકમ ટેક્સના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

દેશ સાથે દગો કરનાર રાજીવ ગાંધી ફાઉન્ડેશન શું છે


પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લક્ષ્યોને આગળ વધારવા માટે 21 જૂન 1991ના રોજ સોનિયા ગાંધીએ તેની શરૂઆત કરી હતી. ફાઉન્ડેશન એજ્યુકેશન, સાયન્સ એન્ડ ટેક્નોલોજીને પ્રોત્સાહિત કરવા શોષિત અને દિવ્યાંગોના એમ્પાવરમેન્ટ માટે કામ કરતું હતું. જેનું કામકાજ દાનથી મળતી રકમથી ચાલતું હતું. સોનિયા ગાંધી તેના ચેરપર્સન છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને પી.ચિદમ્બરમ ટ્રસ્ટી છે.

Leave a Response

error: Content is protected !!