Corona Update

નવુ સંશોધન : હવે કરચલો કોરોનાથી બચાવશે, વૈજ્ઞાનિકોએ દવા બનાવવી કરી શરૂઆત

1.86Kviews

કોરોનાના હાહાકરા વચ્ચે આર્યુવેદિકથી લઈને એલોપોથી તમામ વૈજ્ઞાનિકો સંશોધન પાછળ લાગી ગયા છે ત્યારે કોરોનાથી તમને એક ખાસ પ્રકારનો કરચલો બચાવશે તેવું સંશોધન થયું છે. એક ખાસ પ્રજાતિનો કરચલો તમારો જીવ બચાવવા માટે જાણિતો છે. હવે આ કરચલો તમને કોરોના વાયરસથી બચાવવાનો છે. આ બિલકુલ સત્ય છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો હવે આ ખાસ કરચલાથી જ કોરોના વાયરસની રસી રસી તૈયાર કરી રહ્યા છે. જો કે કરચલામાંથી દવા બનાવવા માટે પર્યાવરણવિદ્ તેનો વિરોધ કરી રહ્યા છે.

હોર્શૂ ક્રેબ જ છે કોરોના વાયરસ મહામારીની કીટ

સમુદ્રમાં મળનાર હોર્શૂ ક્રેબ- (કરચલાની એક પ્રજાતિ) જ કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં મદદગાર સાબિત થઇ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ખાસ સમુદ્રી પ્રજાતિ કરચલામાં સામાન્ય વાદળી રંગનું લોહી હોય છે જે વિભિન્ન બિમારીઓની રસી તૈયારમાં ઉપયોગ થાય છે. હવે કોરોના વાયરસ સામે લડવામાં પણ આ કરચલાનું લોહી (Crab blood) મદદગાર સાબિત થઇ રહ્યું છે.

તેનું લોહી કિંમતી છે

કરચલાની વિશેષતાઓની જાણ થતાં જ આ સમુદ્રના પ્રાણીનું લોહી સોના કરતાં વધુ મૂલ્યવાન બન્યું. હવે તેનું 1 લિટર લોહી લગભગ 11 લાખ રૂપિયામાં વેચાય છે. 1970 થી, તબીબી નિષ્ણાતો આ જીવતંત્રના લોહીનો ઉપયોગ કરીને તબીબી ઉપકરણો અને દવાઓ સંપૂર્ણપણે બેક્ટેરિયા મુક્ત છે કે નહીં તેની તપાસ કરી રહ્યા છે. આ ઉપકરણોમાં ફક્ત સિરીંજ્સ જ નહીં, પણ નસો, શસ્ત્રક્રિયા અને રસી દરમિયાન વપરાયેલી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.

ડાયનોસોરની પહેલાથી પણ આ કરચલો પૃથ્વી પર છે. જેના લોહીની કિમંત કરોડો રૂપિયા માનવામાં આવે છે.

એવું શું ખાસ છે આ કરચલામાં

પ્રાપ્ત માહિતી અનુસાર હોર્શૂ ક્રેબ-(કરચલાની એક પ્રજાતિ) ધરતી પર લગભગ 30 કરોડ વર્ષથી ઉપલબ્ધ છે. આ કરચલાને 10 આંખો હોય છે. આ કરચલાનું લોહી વાદળી રંગનું હોય છે. અત્યાર સુધી દુનિયાની તમામ બિમારીઓની સારવારમાં મદદગાર સાબિત થઇ રહ્યું છે. કોઇપણ રસીની અંદર એક બેક્ટેરિયા ઉપલબ્ધ ન હોવો જોઇએ. નહીતર માણસોનું મોત થઇ શકે છે. હોર્શૂ ક્રેબના લોહીમાં હાલ બેક્ટેરિયાને મારી નાખે છે.

અમેરિકન વૈજ્ઞાનિકોએ રસીમાં ખાસકરીને આ કરચલાના લોહીથી જ બેક્ટેરિયા સંક્રમણને દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આ પ્રજાતિના કરચલાની સંખ્યા દુનિયાભરમાં ખૂબ ઓછી થતી જાય છે. આ કારણે જ પર્યાવરણ અધિકારો પર કામ કરનાર સંસ્થાઓ કોરોના વાયરસમાં ઉપયોગનો વિરોધ કરી રહી છે.

Leave a Response

error: Content is protected !!