રાજનીતિ

વડાપ્રધાનના વિચારો પર આધારિત અભિયાન #Bharat Ki Laxmi ને પી.વી.સિંધુ અને દીપિકાએ આપ્યું સમર્થન

135views

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “ભારતની લક્ષ્મી” અભિયાનને સમર્થન કર્યું છે. સિંધુએ સોમવારે એક વિડીયો શરે કર્યો છે જેમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ જોવા મળે છે.

વિડીયોમાં સિંધુ અને દીપિકા સમાજસેવિકા સિંધુતાઈ  વિશે જણાવી રહી છે. વિડીયોમાં બન્ને જણાવી રહ્યા છે.એક લક્ષ્મી પોતાના ઘરમાં સમૃદ્ધિ અને સુખ લાવે છે પણ સિંધુ તાઈ જેવી દેશની દીકરીઓ આખા દેશનું નામ રોશન કરે છે. આ દિવાળી આવી જ ભારતીય લક્ષ્મીઓના નામ કરો.

 

 

વડાપ્રધાનના વિચારો પર આધારિત અભિયાન:#BharatKiLaxmi

વડાપ્રધાન મોદીએ સવાલના અંદાજમાં કહ્યું હતું કે, શું આ દિવાળી આવી મહિલાઓનું સન્માન ના કરી શકીએ, ભારતની આ લક્ષ્મીના સન્માનન કાર્યક્રમ કરી શકીએ છીએ. તેમણે કહ્યું હતું કે આપણી આસપાસ ઘણી તેમણે કહ્યું હતું કે આપણી આસપાસ ઘણી એવી દીકરીઓ, વહૂઓ, મહિલાઓ હશે જે પોતાની મહેનત, લગન અને ટેલેન્ટથી પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કરી રહી છે, અસાધારણ કામ કરી રહી છે. તેમણે સોશિયલ મીડિયામાં વધારેમાં વધારે ભારતનીય લક્ષ્મી હેશટેગ#BharatKiLaxmi) સાથે વાતો શેર કરવા પણ જણાવ્યું છે.

તો ચાલો તમે પણ નિહાળો આ અદભત વીડિયોને અને સામીલ થઈ જાઓ #BharatKiLaxmi અભિયાનમાં અને આ દિવાળી કરો લક્ષ્મીનું સન્માન…

 

Leave a Response

error: Content is protected !!