Corona Updateજાણવા જેવુ

કોરોના સામે જીતવું છે ? આર્યુવેદમાં આપેલા આ પાંચ ઉપાય અપનાવો

2.73Kviews

ઋતુ આધારિત ઔષધિઓનું સેવન કરીને ઇમ્યુનિટી વધારી શકાય: આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ આયુર્વેદ અને વિજ્ઞાન પર આધારિત

કોરોનાકાળમાં ખુદ પણ પાલન કરો, પરિવારને પણ કરાવો

૧. ચ્યવનપ્રાશ ૧૦ ગ્રામ (૧ ચમચી) સવારે લેવું. ડાયાબિટીસનાં દર્દીઓએ સુગર ફ્રી ચ્યવનપ્રાશ લેવું.
૨. તુલસી, તજ, મરી, સૂંઠ તથા ખારેકથી બનેલી હર્બલ ચા/કાવો દિવસમાં એકથી બે વાર પીવો. (સ્વાદાનુસાર તેમાં ગોળ અથવા તાજો લીંબુનો રસ મેળવી શકો છો)
૩. ગોલ્ડન મિલ્ક – 150ml ગરમ દૂધમાં અડધી ચમચી હળદળ પાવડર નાખી દિવસમાં એકથી બે વાર પીઓ.
૪. આખો દિવસ ગરમ પાણી જ પીવું.
૫. દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનીટ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરવું.
૬. હળદળ, જીરું, ધાણા અને લસણ વગેરે મસાલાઓનો ભોજન બનાવવામાં ઉપયોગ કરવો.

સામાન્ય આયુર્વેદિક પ્રક્રિયાઓ
૧. સવાર-સાંજ તલ/નારિયેળનું તેલ અથવા ઘી નાકનાં બંને છીદ્રોમાં લગાવો
૨. માત્ર ૧ ચમચી તલ/નારિયેળનું તેલ મોઢામાં રાખીને બેથી ત્રણ મિનીટ સુધી કોગળા કરો. ત્યારબાદ તેને થૂંકી કાઢો. આવું દિવસમાં એકથી બે વાર કરો.

ઉઘરસ/ગળામાં ખરાશ માટે
૧. દિવસમાં ઓછામાં ઓછી એક વાર ફૂદીનાનાં પાન અથવા અજમો પાણીમાં નાખીને નાશ લો.

૨. ઉઘરસ કે ગળામાં ખરાશ થવા પર લવિંગનાં ચૂર્ણમાં ગોળ અથવા મધ દિવસમાં બેથી ત્રણ વાર લો.

Leave a Response

error: Content is protected !!