Corona Update

સુરતથી કાઠિયાવાડ જવા માટે બસ ડેપો પર 30ના ગ્રુપનું લિસ્ટ મોકલો, મંજુરી ST વિભાગ લઈ દેશે

696views

ગ્રુપનું લિસ્ટ ડેપોમાં આપી શકાશે

સુરતથી અન્ય જિલ્લામાં જવા ઈચ્છુક વ્યક્તિઓએ 30 વ્યક્તિઓનું ગૃપ બનાવીને સુરત ST ડેપો પર લીસ્ટ આપવાથી તમામ પ્રકારની મંજૂરીઓ એસટી વિભાગ દ્વારા લેવામાં આવશે અને સિંગલ ભાડામાં પ્રવાસીઓને તેમના જિલ્લામાં મુકી આવવામાં આવશે.

બસ ડેપોમાં તૈયારીઓ શરૂ

સુરતથી લોકોને સૌરાષ્ટ્ર લઈ જવા માટે એસટી ડેપોમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એસટી બસોને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારના આદેશ મુજબ બસ તૈયાર કરીને મોકલવામાં આવશે. કુમારભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, દિવાળીના સમયે રત્નકલાકારોને વતન જવા માટે સવાયું ભાડું ચુકવવાનું રહેતું હતું. જો કે આ વખતે બસમાં મુસાફરોની સંખ્યા ઓછી રખાશે અને સિંગલ ભાડામાં લઈ જવામાં આવશે. બાકીના રૂપિયા રાજ્ય સરકાર ચુકવશે તેવી જાહેરાત કરી હતી.

કોરોના વાઈરસના પગલે પરપ્રાંતિયોને વતન જવા માટે ટ્રેનની સગવડ સરકારે કરી આપી છે ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતના રત્નકલાકારોને સુરતથી મોકલવા માટે એસટી બસની પરવાનગી આપવામાં આવી છે. ગઈકાલે પ્રાઈવેટ બસની મંજૂરી અપાયા બાદ આજે સરકાર દ્વારા એસટી બસોને સિંગલ ભાડામાં લોકોને સૌરાષ્ટ્ર લઈ જવામાં આવશે તેવો મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો હોવાનું રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમારભાઈ કાનાણીએ જણાવ્યું હતું.

 

 

Leave a Response

error: Content is protected !!