રાજનીતિ

હાઉડી મોદી:48 રાજ્યો થશે સામેલ,1100થી વધુ વોલેન્ટિયર્સ રાત-દિવસ લાગ્યા તૈયારીમાં

97views

વડાપ્રધાન મોદી 22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં “હાઉડી મોદી” કાર્યક્રમને સંબોધનવના છે.આ કાર્યક્રમ માટે બે સપ્તાહ પહેલા જ રજિસ્ટ્રેશ પ્રોસેસ પુરી કરી લેવાઈ છે. ભારતીય અમેરિકી સમુદાયના 50 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે. મોદી સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતીય સમુદાયને સંબોધશે. ટેક્સાસ ફોરમ ઈન્ડિયાના નેતૃત્વમાં અમેરિકાના 33 રાજ્યોના 600થી વધુ ભારતીય સમુદાય સંગઠનોએ મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમેરિકાના 48 રાજ્યોમાંથી પ્રવાસી ભારતીય હ્યૂસ્ટન પહોંચશે. આ કાર્યક્રમની તૈયારી અંગે “ઈન્ડિયા ફોરમના પ્રવક્તા ગીતેશ દેસાઈ અને વડાપ્રધાન મોદી માટે વિદેશોમાં યોજાતા કાર્યક્રમોનું ધ્યાન રાખનારા ભાજપ વિદેશ વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલે” યોજાનાર કાર્યક્રમો વિશે માહિતી પૂરું પડી છે.

હ્યૂસ્ટમાં રહેનારા ભારતીય અમેરિકી સમુદાયને ખબર પડી કે વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવા ન્યૂયોર્ક આવી રહ્યા છે. તો સમુદાયે મોદીને હ્યૂસ્ટન આવવા માટે આમંત્રિત કર્યા.

શા માટે હ્યૂસ્ટનની જ પસંદગી??

અમેરિકાના અન્ય પ્રાંતની તુલનામાં ટેક્સાસ પ્રાંતમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો છે. ટેક્સાસમાં ભારતીય સમુદાયના 5 લાખથી વધારે લોકો રહે છે. જેમાં માત્ર હ્યૂસ્ટનમાં 2.5 લાખ લોકોથી વધુ પ્રવાસી ભારતીય છે. હ્યૂસ્ટનને ઉર્જાની આંતરરાષ્ટ્રીય રાજધાની કહેવામાં આવે છે. જે દુનિયાનું સૌથી મોટું મેડિકલ સેન્ટર છે.

નાસાનું હેડક્વાર્ટર પણ અહીં જ છે. આવી ઘણી વાતો છે જે ઝડપી વિકાસ અને આર્થિક વિકાસ માટે ભારતના હિતમાં થઈ શકે છે.ભારતની ત્રણ સૌથી મોટી તેલ અને ગેસ ઉત્પાદક કંપનીઓ ઓઈલ ઈન્ડિયા લિમીટેડ, ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમીટેડ અને ઓએનજીસી લિમીટેડના હેડક્વાર્ટર હ્યૂસ્ટનમાં છે. ટેક્સાસ રાજ્યમાં સૌથી વધારે ભારતીય વિદ્યાર્થી યુનિવર્સિટી ઓફ હ્યૂસ્ટનમાં જ ભણે છે.આ જ કારણે વડાપ્રધાન મોદીએ હ્યૂસ્ટન આવવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું.

તૈયારીઓ પર એક નજર:

2014માં મોદીએ ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેયર ગાર્ડન અને 2016માં સેન જોસ સિલિકોન વેલીમાં યોજાયેલા પ્રોગ્રામમાં અંદાજે 18-18 હજાર લોકોને સંબોધિત કર્યા હતા હ્યૂસ્ટનમાં આના કરતા ત્રણ ગણી વધારે ભીડ હશે. પહેલાના કાર્યક્રમો ઈનડોર સ્ટેડિયમમાં થયા હતા. ત્યારબાદ આ પ્રોગ્રામ માટે આઉટડોર ફુટબોલ સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ કાર્યક્રમમાં આવશે. જે અત્યાર સુધીના કાર્યક્રમોમાં આ કાર્યક્રમની ખાસ વાત હશે.

1100થી વધુ વોલેન્ટિયર્સ રાત-દિવસ તૈયારીમાં લાગેલા છે. વોલેન્ટિયર્સમાં આ ઐતિહાસિક કાર્યક્રમ માટે જોશ અને ઉત્સાહ આ સમયે ચરણ સીમા છે. મોદીને ભારતના રિફોર્મર અને ટ્રાન્સફોર્મર તરીકે જોવામાં આવે છે. એવામાં દુનિયાના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાનના સ્વાગત માટે હ્યૂસ્ટન શહેર ઘણા ઉત્સાહમાં છે.

આ આયોજનો ખર્ચો કોના માથે?

અમેરિકાના અલગ અલગ ખૂણામાં રહેનારા ભારતીય સમુદાયના સંગઠનોએ હાઉડી મોદી કમ્યુનિટી બનાવી અને અહીં આખુ આયોજન ભારતીય સમુદાયના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. જેમાં ન તો ભારત સરકારનો એક પણ રૂપિયો લાગેલો છે અને ન તો ભાજપે પૈસા આપ્યા છે. આનાથી તમે અંદાજો લગાવી શકો છે કે અમેરિકામાં મોદી કેટલા જાણીતા અને લોકપ્રિય છે.

આ “હાઉડી મોદી” કાર્યક્રમ એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે.

 

 

Leave a Response

error: Content is protected !!