Corona Update

મળો લોકડાઉન હિરો પ્રિન્સને જે ધો. 10માં પાંચ વખત નાપાસ થયો પણ અત્યારે દવાઓ લઈ જાય તેવા એરોપ્લેન, ડ્રોન બનાવ્યાં

669views

 લોકડાઉન કોરોનાથી બચવા માટે એકમાત્ર રસ્તો છે. ત્યારે ઘણા માટે આ લોકડાઉન અવસર બનીને આવ્યું છે. જી હા વાત છે વડોદરાના પ્રિન્સની જે ખરા અર્થમાં કોરોના વોરિયર્સ થઈને બહાર આવ્યો છે.

આપણે કહીએ છીએ કે ભણેલા ના હોય પણ ગણેલા હોવા જોઈએ. પ્રિન્સ આ જ વાતનું ઉદાહરણ છે. વડોદરા શહેરના મકારપુરા રોડ પર આવેલી અમૃતનગર સોસાયટીના એક વિધાર્થીએ લોકડાઉનના સમયનો સારો ઉપયોગ કર્યો છે. 20 વર્ષના પ્રિન્સ પંચાલે સમાન લઈને ઉડી શકે તેવા એરોપ્લેન અને ડ્રોન બનાવ્યું છે. પ્રિન્સે પ્લેનમા એવી વ્યવસ્થા કરી છે કે તેના મારફતે ફૂડ પેકેટ્સ અન્ય સ્થળે મોકલી શકાય છે. જેમ મોટા એરોપ્લેનમાંથી હવામાં રહીને સમાન નીચે નાખી શકાય છે તે જ રીતે પ્રિન્સે બનાવેલા નાના એરોપ્લેનમાં પણ આ પ્રકારની વ્યવસ્થા છે. તેને એક ડ્રોન પર જીપીએસ સિસ્ટમ અને ટેલિમેન્ટરી મૂકી છે. જેના દ્વારા નક્કી કરેલા અંતરે તે પહોંચી શકે છે.

લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ્સ અને દવાઓ મોકલવી હોય તો ડ્રોનના નીચે બનાવેલી બકેટમાં તે મૂકી શકાય છે. આ ડ્રોનમાં તેણે એવી સિસ્ટમ ગોઠવી છે જેમાં ડ્રોન હવામાં રહીને વ્યક્તિના ધાબા પર અથવા અન્યત્ર સ્થળે સમાન નીચે નાખી શકે છે. આ ડ્રોન અને એરોપ્લેન 500 ગ્રામથી 750 ગ્રામ જેટલો સમાન લઈ જઈ શકે છે. લોકડાઉનમાં સોસાયટીના અન્ય લોકોને મનોરંજન પૂરું પાડવા માટે અલગ અલગ પ્રકારના પ્લેન ઉડાવે છે. તો આને કહેવાય લોકડાઉન હિરો…!

Leave a Response

error: Content is protected !!