Corona Update

PM મોદીએ માસ્ક લગાવી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગથી કરી ચર્ચા,આવી શકે મોટો નિર્ણય

696views

પીએમ મોદીએ અત્યારે રાજ્યોના મુખ્યમંત્રી સાથે માસ્ક લગાવીની ચર્ચા કરી છે. લોકોમાં માસ્ક પહેરવાની જાગૃતિ આવે તે માટે પીએમ એ સાદા રૂમાલમાંથી માસ્ક પહેર્યુ હોય તેવું જણાય રહ્યુ છે.  પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ત્રીજી વખત વિડિયો કોન્ફરન્સિંગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આ સમયે મો પર માસ્ક લગાવ્યુ છે. કોન્ફરન્સિંગમાં લોકડાઉનની અવધિ લંબાવવા પર ચર્ચા થઈ રહી છે. આ અગાઉ મોદીએ 20 માર્ચ અને 2 એપ્રિલના રોજ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવાવ માટે 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14મી એપ્રિલના રોજ પૂરું થવા જઈ રહ્યુ છે. અત્યાર સુધી 9 રાજ્યોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવાની માંગ કરી છે. એવું માનવામાં આવે છે કે લોકડાઉન 30 એપ્રિલ સુધીમાં દેશભરમાં લંબાવી શકાય છે.

કેન્દ્ર સરકાર આશિંક લોકડાઉન જાહેર કરી શકે

  • સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, લોકડાઉન કેટલાક ફેરફારો સાથે આગળ વધવાની ધારણા છે. રાજ્યોમાં આવશ્યક સેવાઓ સિવાય પ્રતિબંધો ચાલુ રહેશે. શાળા-કોલેજો અને ધર્મસ્થાનો પણ બંધ રહેવાની સંભાવના છે.
  • લોકડાઉનને કારણે, દેશના અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે, કેટલાક ક્ષેત્રોને સોશિયલ ડિસ્ટન્સિંગને વળગી રહેવાની શરતે લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. રિઝર્વ બેંકે પોતાના અહેવાલમાં કોરોના સંકટ વચ્ચે અર્થતંત્રમાં ઝડપથી સુધારો થવાની સંભાવના વ્યક્ત કરી હતી.
  • લોકડાઉનથી વિમાન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ છે. આવી સ્થિતિમાં, સરકાર એરલાઇન્સ કંપનીઓને ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે, પરંતુ તેઓએ તમામ વર્ગોમાં વચ્ચેની સીટ ખાલી રાખવી પડશે.

ઓડિશા અને પંજાબે 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું છે
ઓડિશા લોકડાઉન અવધિનો વિસ્તાર કરનાર પ્રથમ રાજ્ય છે. 30 એપ્રિલ સુધી લોકડાઉન રાખવા અને 17 જૂન સુધી શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ કેન્દ્રને ફ્લાઇટ્સ બંધ કરવા અપીલ કરી છે. આ ઉપરાંત પંજાબે પણ 30 એપ્રિલ સુધી કર્ફ્યુ વધાર્યો છે. કર્ણાટક પણ લોકડાઉન વધારવાની તૈયારી કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગ અને પોન્ડિચેરી પણ લોકડાઉન વધારવાના પક્ષમાં છે.

 

Leave a Response

error: Content is protected !!