Corona Update

મારુ સન્માન કરવું છે તો એક ગરીબ પરિવારની જવાબદારી ઉપાડો : PM મોદી

446views

હાલમાં જ સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો હતો કે પીએમ મોદીનું  પાંચ મિનીટ ઉભા થઈને સન્માન કરવું જોઈએ. જો કે આ પાછળ કોઈ વિવાદસ્પદ વ્યક્તિ દ્વારા વિવાદ ઉભો કરવાનો ઈરાદો હોય શકે.  આ વિશે પીએમમોદીએ સ્પષ્ટતા કરતા કહ્યુ કે મારુ સન્માન કરવું હોય તો ગરીબને મદદ કરો. એ જ મારું મોટુ સન્માન છે.

 

 

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો 5 મિનિટ ઉભા રહીને મોદીનું સન્માન કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. પ્રથમ નજરમાં, મોદીને વિવાદોમાં ખેંચવાના કોઈ કૌભાંડ જેવું લાગે છે. તેમણે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું કે, કદાચ તે કોઈની સદભાવના હોય તો હું આગ્રહ રાખું છું કે જો તમને ખરેખર ખૂબ જ પ્રેમ હોય અને મોદીનું સન્માન કરવું હોય, તો ગરીબ પરિવારની જવાબદારી ઓછામાં ઓછી ત્યાં સુધી ઉઠાવો  જ્યાં સુધી કોરોના વાયરસનું જોખમ છે.

Leave a Response

error: Content is protected !!