રાજનીતિ

કેન્દ્રીય ગૃહ પ્રધાનની માનવતાવાદી ઘોષણા:ભારતીય સેનાના જવાનો વર્ષમાં 100 દિવસ રહી શકશે પોતાના પરિવાર સાથે

89views

મોદી સરાકર દ્વારા ભારતીય સૈનિકો માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે વધુ એક અદભૂત નિર્ણય મોદી સરકાર લેવા જઇ રહી છે. જેમા તમામ કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનોને પરિવાર સાથે સમય વિતાવવા માટે દર વર્ષે 100 દિવસ આપવા જોઈએ તેવી વાત કેન્દ્રિય ગુહ પ્રધાન અમિત શાહે કરી છે. સાથે જ શાહે કહ્યું છે કે, સેન્ટ્રલ સશસ્ત્ર દળના તમામ જવાનોની પોસ્ટીંગની વિગતો ડિજિટાઇઝ્ડ થવી જોઈએ અને આ માટે એક એપ બનાવવી જોઈએ.

કેન્દ્રિય ગુહ મંત્રી અમિત શાહે મંત્રાલયના પોલીસ તથા અન્ય વિભાગોની કામગીરી અંગેની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જવાનોને લાંબા સમય સુધી ઘરથી દૂર પોસ્ટીંગ કરવામાં આવતી હોવાને કારણે આપણા ભારતીય સૈનિકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને આવા પ્રકારની પોસ્ટીંગના કારણે સૈનિકો પોતાના પરિવારને પુરતો સમય નથી આપી શક્તા. ત્યારે આ સૈનિકો પણ સામાન્ય નાગરિકોની જેમ પોતાના પરિવાર સાથે સમય વ્યતિત કરી શકે તથા સામાજીક પ્રસંગોમાં પણ હાજરી આપી શકે તેવો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફ, આઇટીબીપી, એસએસબી અને આસામ રાઇફલ્સ જેવા તમામ વડાઓ અને ડિરેક્ટર જનરલોને જવાનોની પોસ્ટીંગની માહિતી ડિજિટલ કરવી અને તેને અમલમાં મૂકવાનું કહ્યું છે. જેના પગલે જવાન અથવા કોન્સ્ટેબલ તેના પરિવાર સાથે વર્ષમાં 100 દિવસ સુધી મળી શકે. મહત્વની બાબત એ છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાનની આ માનવતાવાદી ઘોષણા પછી સશસ્ત્ર દળના લાખો જવાનોને લાભ મળશે. અને જવાનો હવે તેમના પરિવારને પણ પુરતો સમય આપી શકશે.

Leave a Response

error: Content is protected !!