રાજનીતિ

INDvsNZ: આજની મેચમાં ટોસ બનશે બોસ, કોહલી તોડી શકે છે સચિનનો આ રેકોર્ડ

169views

વર્લ્ડ કપ 2019માં ભારત પોતાની ત્રીજી મેચ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમશે. આ મેચ આજે બપોરે 3 વાગે નોટિંઘમમાં રમાશે. બંને ટીમો અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં એકપણ મેચ હારી નથી. તેવાં જોવાનું રહ્યું આ મેચ કોણ જીતશે. તેવામાં આ મુકાબલો શાનદાર રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. ભારતને મેચ જીતવા માટે નોટિંઘમના મેદાનમાં ટોસ જીતવો પડશે. આ મેચમાં ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. અને તેની પાછળના આ રહ્યાં કારણો

1. નોટિંઘમના મેદાન પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવી વધુ ફાયદાકારક રહેશે. અત્યાર સુધીમાં નોટિંઘમમાં ત્રણ મેચ રમાઈ ચૂકી છે. જેમાં બે વાર પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. તેમજ બંને ટીમો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બનાવ્યો છે. આ બંને મેચો બહું રસપ્રદ રહી હતી. તેવામાં ભારતે ટોસ જીતીને મોટો સ્કોર કરીને શાનદાર બોલિંગનું પ્રદર્શન કરવું પડશે.

2. બીજી કારણ છે હવામાન નોટિંઘમમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના લીધે પિચમાં ભેજ હોય શકે છે. તેવામાં આકાશમાં વરસાદી વાદળો હોય તો ટોસ મહત્વપૂર્ણ થઈ જાય છે. તે સમયે તમે પિચની સ્થિતિ અને હવામાન અનુસાર પોતાના પક્ષમાં નિર્ણય લઈ શકે છે.

3. આ વર્લ્ડ કપના આંકડા જોવા જઈએ તો, પ્રથમ બેટિંગ કરવી વધુ ફાયદાકારક છે. અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં કુલ 14 મેચ રમાઈ છે જેમાં 8 વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે. તેમજ 6 વખત એવું બન્યું કે, જ્યારે લક્ષ્યનો પીછો કરનારી ટીમને જીત મળી છે. આ હિસાબે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ફાયદાકારક છે.

વિરાટ તોડી શકે છે સચિનનો રેકોર્ડ

તે સિવાય આજે વર્લ્ડ કપમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામે મેચ છે જેમાં સૌની નજર કેપ્ટન કોહલી પર રહેશે. ઑસ્ટ્રેલિયા સામે 18 રને સદી ચુકેલા વિરાટ કોહલી પાસે આજની મેચમાં એક અનોખો રેકોર્ડ તૈયાર કરવાની તક છે. વન ડે ક્રિકટમાં કોહલી 11,000 રનથી માત્ર 57 રન દૂર છે. જો આજની મેચમાં કોહલી આ રેકોર્ડ તોડશે તો તે સૌથી ઝડપી 11,000 રન નોંધાવનાર ક્રિકેટર બનશે.

વિરાટ ફક્ત 222 મેચમાં આ રેકોર્ડ તોડી શકે છે.હાલમાં સૌથી ઝડપી 11,000 રન કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 276 મેચમાં 11,000 રન નોંધાવ્યા હતા.કોહલીએ વર્ષ 2017માં સૌથી ઝડપી 8,000 રન પુરા કરવાનો રેકોર્ડ કર્યો હતો. વિરાટે 175 મેચમાં જ આ રેકોર્ડ નોંધાવ્યો હતો.ગત વર્ષે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 10,000 રન સમાપ્ત કર્યા હતા. 205 ઇનિંગમાં વિરાટે આ સિદ્ધી મેળવી હતી. અગાઉ સચિને 259 ઇનિંગમાં 10,000 રન કર્યા હતા.

Leave a Response

error: Content is protected !!