રાજનીતિ

ઈંગ્લેન્ડ ની સામે નારંગી કલરની જર્સીમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જર્સીના કલરને લઈને રાજકીય વિવાદ સર્જાયો હતો

119views

ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં ટીમ ઇન્ડિયાનો વિજય રથ એકદમ રફતારથી આગળ વધી રહ્યો છે. આજે ઇંગ્લેન્ડની સાથે મેચ રમાવાની છે. દિલચસ્પ એ છે કે આ વખતે મેચમાં સૌથી વધુ ચર્ચા ટીમ ઇન્ડિયાની નવી જર્સીની થઇ રહી છે. ટીમ ઈન્ડિયા યજમાન ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચમાં ભારતીય ટીમ ભગવા જર્સીમાં ઉતરશે. જે જર્સીમાં ટીમ ઈન્ડિયા રમશે, તે સત્તાવાર જર્સીની તસ્વીર આવી ગઈ છે. બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર જર્સીનો ફોટો શેર કર્યો છે. મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયાની ભગવા જર્સીને લઈને દેશના રાજકારણમાં ગરમી આવી ગઈ છે.

જર્સીના કલરને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ તેની પાછળ કેન્દ્રની મોદી સરકારનો હાથ ગણાવ્યો હતો. સાથે તેણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ક્રિકેટમાં પણ ભગવા રાજનીતિને સામેલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેના પર વધતા વિવાદને જોતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ સ્પષ્ટીકરણ આપ્યું હતું.

આઈસીસીએ કહ્યું હતું, ‘બીસીસીઆઈને કલરને લઈને ઘણા વિકલ્પ આપવામાં આવ્યા હતા અને તેણે તે પસંદ કર્યો જે તેને જસ્રીના કલર સાથે સારો લાગ્યો. આ તે માટે કરવું પડી રહ્યું છે કારણ કે ઈંગ્લેન્ડની ટીમ પણ ભારતની જેમ બ્લૂ કલરની જર્સી પહેરે છે. આ ડિઝાઇન જૂની ભારતની ટી20 જર્સીમાંથી લેવામાં આવી હતી, જેમાં કલર નારંગી હતો.’

વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાની ભગવા જર્સીને લઈને એક તરફ રાજકીય વર્તુળોમાં વાદ-વિવાદ થઈ રહ્યાં છે તો કેપ્ટન વિરાટ કોહલી ખુબ પ્રશંસા કરી રહ્યો છે. ભગવા રંગની આ જર્સી ઈંગ્લેન્ડની સાથે રવિવારે રમાનારી મેચમાં પહેરવામાં આવશે. તેણે કહ્યું કે, આ ટીમ માટે એક સ્માર્ટ કિટ છે અને ખેલાડીઓને ખુબ પસંદ આવી છે.

વિરાટ કોહલીએ કહ્યું, આ જર્સીનો કન્ટ્રાસ્ટ ખુબ સારો છે. એક ગેમ માટે આ ફેરફાર સારો લાગશે. મને નથી લાગતું કે આ જર્સીને સ્થાયી બનાવવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવશે કારણ કે બ્લૂ હંમેશા અમારો કલર રહ્યો છે. અમને નવી જર્સી પહેરવા પર ગર્વ થાય છે. અવસરને જોતા આ જર્સી એક સ્માર્ટ કિટ છે.

કોહલીએ એમએસ ધોનીની પ્રશંસા કરતા કહ્યું છે, ‘તેને ખ્યાલ હોય છે ક્યારે શું કરવાનું છે. તે એવો ક્રિકેટર છે જેને ક્યારેય કંઇ કહેવાની જરૂર પડતી નથી. ચેન્જ રૂમમાં પણ તેની સાથે જે અનુભવ મળે છે તે ખૂબ મહત્વપૂર્ણ છે.’

જર્સી કેમ બદલવી પડી?

આપને જણાવી દઇએ કે આ વખતે વર્લ્ડ કપમાં પહેલી વખત આઇસીસીના નવા નિયમ હોમ એન્ડ અવે કિટ સિસ્ટમ એટલે કે ઘરેલું અને બહારના લોકો માટે અલગ-અલગ કિટ સિસ્ટમની વ્યવસ્થા કરી છે. આઇસીસીનું માનવું છે કે ઘણી બધી ટીમોના જર્સીના રંગ એક જેવા છે. એવામાં જ્યારે બે ટીમો એક બીજા સાથે રમવા માટે ઉતરે છે તો તેમાંથી એકની જર્સીનો રંગ બદલવો પડે છે. તેમાં યજમાન ટીમને મોકો આપવામાં આવે છે કે તે પહેલાં નક્કી કરે કે જર્સીનો રંગ તેઓ બદલવા માંગે છે કે નહીં.

મહત્વનું છે કે, આ નવી જર્સીને લઈને વિવાદ થયો અને જર્સીને લઈને રાજનીતિ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આઈસીસીએ જણાવ્યું કે, બીસીસીઆઈને કલરના વિકલ્પ આપવામાં આવ્યો હતો અને તેણે તે પસંદ કર્યે જે સૌથી સારો લાગ્યો. આઈસીસીએ કહ્યું હતું, આ તે માટે કરવામાં આવી રહ્યું છે જેથી બે ટીમો મેદાન પર અલગ લાગે. કારણ કે ઈંગ્લેન્ડ પણ ભારતની જેમ બ્લૂ કલરની જર્સી પહેરે છે તેથી ભારતે અલગ દેખાવા માટે બીજો કલર પસંદ કરવો પડ્યો. આ નારંગી ડિઝાઇન ટીમ ઈન્ડિયાની ટી20 જર્સીમાંથી લેવામાં આવી છે, જેમાં નારંગી કલર છે.

Leave a Response

error: Content is protected !!