જાણવા જેવુ

શું તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો ઘર બેઠા માત્ર પાંચ જ દિવસમાં મેળવો, જાણો પ્રક્રિયા

484views

જો તમારુ આધાર કાર્ડ ખોવાઈ ગયુ હોય તો આ માટે તમારે ક્યાંય જવું નહીં પડે અને તમે ઘરે બેસીને જ બીજું આધાર મેળવી શકો છો. આ માટે તમારે ફક્ત 50 રૂપિયા ખર્ચ કરવા પડશે.

ઓનલાઇન આધાર માટે અપ્લાય કરવાની પ્રોસેસ

 • સૌપ્રથમ યુનિક આઇડન્ટિફિકેટશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની વેબસાઇટ www.uidai.gov.in પર જાઓ.
 • અહીં Aadhaar Services સેક્શન હેઠળ સૌથી નીચે આપવામાં આવેલા Order Aadhaar Reprint (Pilot Basis) ઓપ્શન પર ક્લિક કરો. આવું કરતા જ નવી ટેબ ઓપન થઈ જશે.
 • હવે અહીં પર્સનલ ડિટેલ્સ સેક્શન હેઠળ તમારો આધાર નંબર/વર્ચ્યુઅલ ID અને સિક્યોરિટી કોડ દાખલ કરો.
 • આ જાણકારી આપ્યા બાદ Send OTP (વન ટાઈમ પાસવર્ડ) બટન પર ક્લિક કરો. આટલું કરતાં તમારા મોબાઇલ પર એક OTP આવશે.
 • જો તમારો મોબાઇલ નંબર આધાર ડેટાબેઝ સાથે રજિસ્ટર્ડ ન હોય તો Request OTP સામે આપેલ સંબંધિત ઓપ્શન પર ક્લિક કરો. આ વિકલ્પ પસંદ કરતા તમને તમારો મોબાઇલ નંબર પૂછવામાં આવશે. તે દાખલ કરો અને Send OTP બટન પર ક્લિક કરો.
 • આ બે ઓપ્શન સિવાય તમે TOTP (ટાઈમ બેઝ્ડ વન ટાઈમ પાસવર્ડ) ઓપ્શનનો ઉપયોગ પણ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં m-Aadhaar એપ્લિકેશન હોવી આવશ્યક છે.
 • હવે તમારા મોબાઇલ પર મોકલેલો OTP અથવા TOTP દાખલ કરો અને નિયમો અને શરતોની સામે ક્લિક કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
 • OTP સબમિટ કર્યા પછી તમને તમારી આધાર ડિટેલ્સ જણાવવામાં આવશે. તેને વેરિફાય કર્યા બાદ Make Payment બટન પર ક્લિક કરો.
 • આ કર્યા પછી તમને પેમેન્ટ ગેટવે પર ડાયવર્ટ કરી દેવામાં આવશે. અહીં તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અને UPIનો ઉપયોગ કરીને 50 રૂપિયા (GST અને પોસ્ટલ ખર્ચ સહિત) પેમેન્ટ કરી શકો છો.
 • સક્સેસફુલ પેમેન્ટ થયા પછી તમને એકનોલેજમેન્ટ સ્ટેટસ બતાવવામાં આવશે. આ ઉપરાંત, તમે એનરોલમેન્ટ સ્લિપ પણ ડાઉનલોડ કરી શકો છો. આ સાથે તમારા મોબાઇલ પર સર્વિસ રિક્વેસ્ટ નંબર પણ મોકલવામાં આવશે.
 • સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી UIDAI આધાર પ્રિન્ટ કરશે અને 5 દિવસમાં ભારતીય પોસ્ટને પહોંચાડશે. ત્યારબાદ ટપાલ વિભાગ તેને સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચાડી દેશે.

Leave a Response

error: Content is protected !!