જાણવા જેવુ

શું તમે બાજરીને તમારા જીવનમાં કરો છો બાયપાસ તો તમે કરી રહ્યા છો આ ભૂલ

326views

એક સમય હતો જ્યારે લોકો ઘઉંની સાથે સાથે બીજા અનાજ જેવા કે જઉં, જુવાર, મકાઈ, બાજરો વગેરે ભેળવીને બનેલા લોટના રોટલા ખાતા હતા. જેને લીધે તેઓ સ્વાસ્થ્યમંદ અને ખુશહાલ જીવન જીવતા હતા, જ્યારે અત્યારના સમયમાં માત્ર ઘઉંના લોટની જ રોટલી ખાવામાં આવે છે. એવામાં લોકોને જરૂરી માત્રામાં પ્રોટીન અને અન્ય તત્વો નથી મળતા.

જો કે આ દરેક ધાન્યોમાંના બાજરાને સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાના રોટલા ખુબ ભાગ્યે જ બનતા હશે. જો કે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાના રોટલા બનાવવામાં આવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. આજે અમે તમને બાજરો ખાવાથી થતા એવા ફાયદા વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ બાજરો ખાવાનું શરૂ કરી દેશો.

ગર્ભવતી મહિલાઓ માટે છે ફાયદેમંદ:
ગર્ભવતી મહિલાઓ માટે બાજરો ખુબ જ ફાયદેમંદ રહે છે. બાજરાની ખીચડી કે રોટલી ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ખામી દૂર થઇ જાય છે. આ સિવાય ડિલિવરીના સમયે થતા દર્દથી પણ રાહત મળી શકે છે. આ સિવાય સ્તનપાન કરાવતી મહિલાઓને જો દૂધ નથી બની રહ્યું તો બાજરાનું સેવન દૂધની માત્રા વધારવામાં મદદ કરે છે.

એનર્જી વધારે છે:
બાજરાની રોટલી સ્વાદમાં જેટલી જ સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે તેટલી જ ફાયદેમંદ પણ છે. ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી હોય છે, બાજરાની રોટલી ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રીશન અનેકગણું વધી જાય છે, તેના નિયમિત સેવનથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે.

Leave a Response

error: Content is protected !!