ધર્મ જ્ઞાન

ટોઇલેટ સીટ પર મોબાઇલ ફોનનો પર કરો છો ટાઈમપાસ તો થઈ શકે છે આ બીમારી

169views

મોબાઈલ આજે દરેકના જીવનનો એક અભિન્ન અંગ સમાન બની રહ્યો છે.બાળકોથી લઇને વૃદ્ધો સુધી જ્યાં જાય ત્યાં મોબાઈલ સાથે ને સાથે જ જોવા મળે છે. મોબાઇલ સાથે આપણું જોડાણ એટલું વધી ગયું છે કે થોડો સમય પણ આપણે તેનાથી દૂર નથી રહી શકતા. એટલે સુધી કે ટોઇલેટ જતી વખતે પણ મોબાઇલ સાથે લઇને જઇએ છીએ અને ત્યાં બેઠાં-બેઠાં તેનો ઉપયોગ કરીએ છીએ, જેથી સમય પસાર થઈ શકે. પરંતુ આદત તમને પાઈલ્સ જેવા ખતરનાક બીમારીનો શિકાર બનાવી શકે છે.

ડોકટર્સનું કહેવું છે કે, જે લોકો કમોડ એટલે કે ટોઇલેટ સીટ પર બેસીને મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે તેમને પાઇલ્સ થવાનું જોખમ રહેલું છે. તાજેતરમાં યૂકેમાં એક સર્વે કરવામાં આવ્યો, જેમાં જાણવા મળ્યું છે કે 57% લોકો એવા લોકો છે જેઓ કમોડ પર બેસતી વખતે મોબાઈલનો વારંવાર ઉપયોગ કરે છે અને 8% લોકોનું કહેવું છે કે, તેઓ જ્યારે પણ ટોઇલેટમાં જાય મોબાઇલ સાથે લઇને જાય છે અને તેનો સતત ઉપયોગ કરે છે. આ અભ્યાસમાં ડોકટર્સે તારણ કાઢ્યું કે, જે લોકો ટોઇલેટ સીટ પર બેસી મોબાઇલનો ઉપયોગ કરે છે,

વધુ સમય ટોઇલેટ સીટ પર બેસી રહેવાથી કેવી રીતે નસો પર પ્રેશર આવે છે?

બ્રિટનના ડો. સારાહ જેર્વિસે વાત કરતાં જણાવ્યું કે, તમે ફોન લઇને કેટલો સમય કમોડ પર બેસી રહો છો એ કારણથી હેમરોઇડ્સ એટલે કે પાઇલ્સ અથવા મસા થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. તમે જેટલો વધુ સમય ટોઇલેટમાં ફોન વાપરશો એટલો વધુ સમય ટોઇલેટ સીટ પર બેસી રહેશો, જેનાથી ગુદાના સ્નાયુઓ અને નસો પર પ્રેશર વધવા લાગે છે અને પાઇલ્સ થવાનું જોખમ વધી જશે.

અત્યાર સુધી કબજિયાત અથવા શૌચક્રિયામાં દબાણ લાવવા પર જ પાઈલ્સ થવાની ફરિયાદ રહેતી હતી. આ ઉપરાંત, સગર્ભા સ્ત્રીને, સતત ઉધરસની સમસ્યાથી પીડાતા લોકોમાં અથવા વૃદ્ધ લોકોમાં પણ પાઇલ્સની સમસ્યા વધુ જોવા મળતી હતી. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે, જે લોકો કમોડ પર બેસી મોબાઇલનો વધુ ઉપયોગ કરે છે તેમને પણ પાઈલ્સ થવાની ફરિયાદ રહે છે.આ વાંચીને લગભગ હવે મોબાઈલને સ્થાન બહાર આપશેને ……

Leave a Response

error: Content is protected !!