રાજનીતિ

હવે ઘરે બેઠા મળશે ઓનલાઇન ઈ-સ્ટેમ્પ,”નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપર”નાં ઉપયોગને વિરામ

138views

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસૂલ કરી નાગરીકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ ડિજીટલ સ્ટેમ્પીંગની સુવિધાનો વ્યાપ વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.

આ નિર્ણયને આગળ ધપાવતા રૂપાણી સરકારે વધુ એક નિર્ણય લઈ આવતા મહિને ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરી ફક્ત ડિજીટલ સ્ટેમ્પીંગની પદ્ધતિને અનુસરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો.સરકારની ઈ-પેમેન્ટ સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે. નાગરિકોને સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી કરવા રોકડ ઉપરાંત આરટીજીએસ, નેટ બેકીંગ, ઓનલાઈન પેમેન્ટ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે. આ સેવાનો વ્યાપ વધતા તથા ઓનલાઈન સેવાઓ હોવાથી નાગરિકોને જ્યારે પણ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી હશે ત્યારે સરળતાથી નજીકનાં ડિજીટલ સ્ટેમ્પીંગના ઓથોરાઈઝડ વેન્ડર પાસેથી અથવા તો બેંકો પાસેથી સેવા ઉપલબ્ધ થશે. રાજ્યમાં બહોળા પ્રમાણમાં ઈ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો શરૂ થવાથી નાગરિકો તેમની નજીકના સ્થળે અને કોઈપણ સમયે સ્ટેમ્પ ડ્યુટી ભરી તેનું સ્ટેમ્પ પેપર જેવું પ્રમાણપત્ર મેળવી પોતાના લેખ સાથે જોડીને લેખની નોંધણી કરાવી શકશે.

 

રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓને ડિજીટલ બનાવી વધુ સરળ કરવા અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે. જે અંતર્ગત વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનાં ઉપયોગને બંધ કરી ફક્ત ડિજીટલ ઈ-સ્ટેમ્પિંગની પદ્ધતિને અનુસરવાનો મહત્વપૂર્ણ નિર્ણય નાગરિકો માટે લાભદાયી પૂરવાર થશે.મુખ્યમંત્રીશ્રીએ ડિજીટલ ઈ-સ્ટેમ્પિંગની પદ્ધતિને અનુસરવાનો નિર્ણય લઈ નાગરિકોની ઘણી સમસ્યાઓ દૂર કરી ઘણી સુવિધાઓની ભેટ ધરી.

Leave a Response

error: Content is protected !!