Corona Update

હવે 4500 નહીં માત્ર રૂ 650માં કોરોના ટેસ્ટ થશે, દેશમાં બનેલી સૌથી સસ્તી ટેસ્ટિંગ કિટ લૉન્ચ

344views

IIT દિલ્હીના વૈજ્ઞાનિકો અને યુવા સંશોધકો દ્વારા વિકસિત કોવિડ-19ની સૌથી સસ્તી તપાસ કિટને લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ‘કોરોસ્યોર આરટી-પીસીઆર’ નામની કિટ લોન્ચ કરી છે. આઈઆઈટી દિલ્હી કોવિડ-19 ‘કોરોસ્યોર RT-PCR’ કિટ તૈયાર કરનાર પ્રથમ શૈક્ષણિક સંસ્થા છે. આ કિટની કિંમત 650 રૂપિયા હશે, જ્યારે અત્યાર સુધી માર્કેટમાં કીટ માટે 4500 રૂપિયા ખર્ચ કરવા પડે છે. સરકારી લેબ અથવા હોસ્પિટલ આઈસીએમઆરના માધ્યમથી આ કિટને મેળવી શકાશે, જ્યારે ખાનગી હોસ્પિટલને તેને કંપની પાસેથી ખરીદવાની રહેશે.

IIT દિલ્હીએ દુનિયાની સૌથી દુનિયાની સૌથી સસ્તી કોરોના કિટ તૈયાર કરી છે. આ કિટને ‘કોરોશ્યોર’ નામ આપ્યું છે. IIT દિલ્હીએ દિલ્હીની ફર્મ ન્યૂટેક મેડિકલ ડિવાઈસ સાથે મળીને કિટ બનાવી છે. કોરોશ્યોરને HRD મિનિસ્ટર રમેશ પોખરિયાલ અને રાજ્યમંત્રી સંજય ઘોત્રેએ બુધવારે લોન્ચ કરી.

RT-PCR આધારિત આ કોરોના કિટ ICMR માન્ય લેબમાં ઉપલબ્ધ થશે. અન્ય ટેસ્ટિંગ કરતાં આ કિટથી ટેસ્ટિંગનો ખર્ચ ઓછો આવશે. IIT દિલ્હીએ કોરોશ્યોર કિટ તૈયાર કરવા માટે દેશની 10 કંપનીઓને લાઈસન્સ આપ્યું છે. આવું લાઈસન્સ મેળવનારી એક કંપની ‘ન્યૂટેક મેડિકલ ડિવાઈસીસ’ના કહેવા પ્રમાણે તેઓ આવતા મહિને આવી વીસ લાખ ટેસ્ટિંગ કિટ તૈયાર કરશે. 

Leave a Response

error: Content is protected !!