Corona Update

MLA ઈમરાનની બેદરકારી..! CMની બેઠકમાં શરદી હતી તો પણ માસ્ક ના પહેર્યુ, એક ભુલ અને હજારોના જીવ ખતરામાં…

1.12Kviews
  • તમે જયારે પોતે બિમાર હોય, કોરોના માટે પોઝીટીવ ટેસ્ટ કરાવ્યો હોય અને માસ્ક નીચે રાખીને લોકોની વચ્ચે ફરવું એ ગંભીર બેદરકારી જ ગણાય.
  • ઈમરાનભાઈનાં પરીવારનું શું ?
  • તેમનાં પાડોશીનું શું ?
  • તેઓ જેને જેને મળ્યાં હશે તેમનું શું ?
  • જે મીડિયાનાં મિત્રો કોરોના સામેની લડાઈમાં જનજાગૃતિ કરવાનું મહત્વનું કામ કરે છે , તેમને મળ્યાં હશે, તે મીડિયાનાં મિત્રો અને તેમનાં પરીવારનું શું ?
  • જે મુખ્યમંત્રીએ અમદાવાદનાં કોટ વિસ્તારનીચિંતા કરીને મળવાં બોલાવ્યાં તે મુખ્યમંત્રીશ્રીવિજયભાઈ રુપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રા નીતિનભાઈ પટેલ, ગૃહરાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા કે જેઓ ગુજરાતની ૬ કરોડ જનતાની ચિંતા કરીને રાત-દિવસ કામ કરે છે. તેમનું શું?
  • કોઈપણ વ્યક્તિ પોતે જ બિમાર હોય, કોરોના ટેસ્ટ કરાવ્યો હોય,એટલે કે શંકાસ્પદ કોરોના વખતે લોકોની વચ્ચે જઈને “સેવા “કરવી એ “કુસેવા “છે.અને તે કહેવાતી સેવા એ માનવજાત માટે “જોખમ” છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વ્યાપક પ્રમાણમાં મળી આવતા સમગ્ર વિસ્તારને કરફ્યુ હેઠળ મૂકવા માટેની ચર્ચા વિચારણા માટે જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ પરમાર ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવ્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાને કોરોના પોઝીટીવ આવ્યો છે. તે બાબત ચિંતાજનક છે. પરંતુ તે જયારે પોતે બિમાર હોય, કોરોના માટે પોઝીટીવ ટેસ્ટ કરાવ્યો હોય અને માસ્ક નીચે રાખીને લોકોની વચ્ચે ફરવું એ ગંભીર બેદરકારી જ ગણાય. આવ સમયે ઈમરાન ખેડાવાળાનાં પરીવારનું શું ? જે મીડિયાનાં મિત્રો કોરોના સામેની લડાઈમાં જનજાગૃતિ કરવાનું મહત્વનું કામ કરે છે તેમણે મળ્યા હશે. આ ઉપરાંત જે મુખ્યમંત્રીએ અમદાવાદનાં કોટ વિસ્તારની ચિંતા કરીને મળવાં બોલાવ્યાં તે મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા કે જેઓ ગુજરાતની ૬ કરોડ જનતાની ચિંતા કરીને રાત-દિવસ કામ કરે છે. તેમનું શું ? મને લાગે છે કે અતિવૃષ્ટિ, ભૂકંપમાં સેવા કરવી અને કોરોનામાં સેવા કરવી તે બંન્નેમાં અંતર છે. તે દરેકે સમજવું પડશે.

આશરે બે દિવસ પહેલા સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતા ખેડાવાલાના સેમ્પલ લેવામાં આવેલા હતા અને તેના રિપોર્ટ આવવાના બાકી હતા. તેમણે રિપોર્ટ ન આવે ત્યાં સુધી અન્ય લોકોને મળવાનું ટાળવું જોઈતું હતું જે ના કરીને તેમણે ભૂલ કરી છે. બેઠકમાં ખેડાવાલા મુખ્યમંત્રી વિજય રૂપાણીથી આશરે 15 થી 20 ફૂટ જેટલા અંતરે બેઠા હતા અને નજીકના સંપર્કમાં આવ્યા નથી. આમ છતાં મેડિકલ તજજ્ઞોની સલાહ મેળવીને તેમની સલાહને અનુસરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું છે.

કોઈપણ વ્યક્તિ પોતે જ બિમાર હોય, કોરોના ટેસ્ટ કરાવ્યો હોય,એટલે કે શંકાસ્પદ કોરોના વખતે લોકોની વચ્ચે જઈને “સેવા “કરવી એ “કુસેવા “છે.અને તે કહેવાતી સેવા એ માનવજાત માટે “જોખમ” છે.
આ વાત આપણે સહુએ યાદ રાખવી પડશે.

Leave a Response

error: Content is protected !!