રાજનીતિ

હવામાન વિભાગની મોટી આગાહી, આગામી ત્રણ કલાક રાજ્યમાં ભારે પવન ફુંકાશે, પાંચ દિવસ આવશે વરસાદ

1.46Kviews

આગામી 3 કલાક ગુજરાત માટે ભારે છે. આગામી 3 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેતક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 3 કલાકમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વર્સી શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ખેડા, ડાંગ, તાપી, દાહોદમાં 40 થી 60 કિ.મીની ઝડપે ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

 હવામાન વિભાગ અનુસાર, આગામી 5 દિવસ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ખેડા, ડાંગ, તાપી, દાહોદમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે.

Leave a Response

error: Content is protected !!