રાજનીતિ

મેડિકલ પ્રવેશ પ્રક્રિયાને સરકારે સરળ બનાવી, ડોમિસાઈલ સર્ટિ.ની જરૂર નથીઃ નીતિન પટેલ

125views

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણકારી આપવામાં આવી કે, રાજ્યમાં એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયામાં મોટી સરળતા કરી છે. ડોમિસાઈલમાં ગુજરાતની મેડિકલ કોલેજોમાં પ્રવેશ પાત્ર કરીએ છીએ. મહત્વનું છે, નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલ સર્ટીની વિનાજ મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે.

સાથે જ નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં ડોમીસાઈલ લેવાની પ્રક્રિયામાં સરળતા કરવામાં આવી જે વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતમાં હોય અને જે વિદ્યાર્થીઓને 10મું ધોરણ અને 12મું ધોરણ ગુજરાતમાં પાસ કર્યું હોય. અને ગુજરાતના પાંચ માન્ય બોર્ડ હોય તેને આ વર્ષથી ડોમીસાઈલ સર્ટીફીકેટ રજુ નહીં કરવાની છૂટ આપવામાં આવે છે.

રાજ્યમાં એમ.બી.બી.એસ.ની આજે અંદાજે ૫૦૦૦ જેટલી બેઠકો ઉપલબ્ધ છે. જેની પ્રવેશ પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ થશે. આ ઉપરાંત ડેન્‍ટલ, આર્યુર્વેદિક, હોમીયોપેથી અને નેચરોપેથીમાં પણ લગભગ ૫૦૦૦ જેટલી બેઠકો છે. આ તમામ કોર્સમાં હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. આવા વિદ્યાર્થીઓની સરળતા માટે જે વિદ્યાર્થીનો જન્‍મ ગુજરાત રાજયમાં થયો હોય અને તે વિદ્યાર્થીએ ધોરણ-૧૨ ની પરીક્ષા ગુજરાતના માન્‍ય બોર્ડમાંથી પાસ કરેલ હોય, તેઓને ડોમીસાઇલ સર્ટીફીકેટ રજુ કરવાની જરૂરીયાત રહેશે નહીં. આ સિવાયના ગુજરાત રાજયના બહાર જન્‍મેલ વિદ્યાથીઓએ પ્રવેશ માટે ડોમીસાઇલ સર્ટીફીકેટ ફરજીયાત લાવવાનું રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નીતિન પટેલે જણાવ્યું કે જેમનો જન્મ ગુજરાતની અંદર થયો છે તેમને હોમિયોપેથી, નેચરોપેથી, ડેન્ટલ અને મેડિકલમાં પ્રવેશ માટે ડોમીસાઇલ સર્ટીફિકેટની જરૂર નથી પરંતુ જેમનો જન્મ ગુજરાત બહાર થયો હોય તેમને ડોમીસાઇલ સર્ટી રજૂ કરવું પડશે. ઉપરાંત તેમને કહ્યું કે મેડીકલ પ્રવેશ જેમકે MBBS, BDS, BAMS, આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે વિદ્યાર્થીઓએ 17 જૂનથી 23 જૂન 2019 દરમિયાન એક્સિસ બેંકમાંથી ભરવા પાત્ર રકમ ભરીને પિન મેળવવાનો રહેશે અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

જે વિદ્યાર્થીઓ આ પ્રવેશ મેળવવા માંગતા હોય અને જેમને આ પિન નંબર મેળવ્યો હોય એવા વિદ્યાર્થીઓને મેરિટના આધારે જુદી-જુદી વિદ્યાશાખાઓમાં પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય નીતિન પટેલે કહ્યું કે દીવ, દમણ અને દાદરા નગર હવેલીની 150 સીટોની સરકારી મેડીકલ કોલેજ શરૂ થઇ છે અને આ સરકારી મેડીકલ કોલેજની 10 સીટ ગુજરાતની પ્રવેશ સમિતિને ગુજરાત માટે રિઝર્વ રાખી છે. જેના પર ગુજરાત મેડીકલ પ્રવેશ સમિતિ પ્રોસેસ કરશે.

Leave a Response

error: Content is protected !!