Corona Update

ACના શોખીનો ખાસ વાંચે, ACમાં કોરોના સંક્રમણનો વધુ ભય, જયંતિ રવિ અને AIMSના ડાયરેક્ટરે આપી સલાહ

3.09Kviews
  • શું કોરોના સંક્રમણ એસી રૂમમાં વધુ ફેલાય છે ? 

બંધ રૂમમાં એર કુલર કે કન્ડીશનર ચાલુ રાખવાથી કોરોના વાઈરસનો વાઈરલ લોડ વધવાની શક્યાતાઓ સંદર્ભે પુછાયેલા સવાલના જવાબમાં ડો. જંયતિ રવિએ કહ્યુ કે, સુચના આપી છે. બંધ રૂમ અથવા પેક આવાસમાં AC ચાલુ હોય ત્યારે વેન્ટિલેશન માટે એકાદ બારી ખુલ્લી રાખવી જરૂરી છે. જેથી ફ્રેશ હવા મળતી રહે. સારવાર હેઠળના પોઝિટીવ દર્દીઓ અને તેમના સંપર્ક- સંસર્ગમા રહેલા નાગરીકો પંખાનો ઉપયોગ વધારે તેવી આરોગ્ય વિભાગની ભલામણ છે.

  • AC વિના ના ચાલે તો શું કરી શકાય ઉપાય ?

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ જતા ગરમીના કારણે લોકો એર કન્ડિશન ચાલુ કરવા ઇચ્છે છે પણ એના કારણે કોરોના થવાના ચાન્સ વધે કે કેમ એ વિશે સ્પષ્ટ માહિતી ન હોવાથી અવઢવમાં છે. આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરમાં સત્તાવાર સલાહ આપી છે. જોકે તેમણે ઉમેર્યું છે કે જો એસીનો ઉપયોગ કરવો જ હોય તો બારી પણ ખુલ્લી રાખવી જોઈએ.

  • શું કહ્યુ એઈમ્સના ડાયરેક્ટરે ?

બીજી બાજુ એઈમ્સના ડાયરેક્ટરે સેન્ટ્રલ એસીથી કોરોનાનું જોખમ કેટલું વધે તેને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આજે એઈમ્સના ડાયરેક્ટે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ એસીથી કોરોના સંક્રમણનું પ્રમાણ વધી શકે છે. એસીના કારમે કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ પણ ખુબ જ મોટા પ્રમાણમાં રહેલું છે. મતલબ કે સેન્ટ્રલ એસીથી કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધું છે. જેના માટે તેમણે AC સાથે હવાનું સર્ક્યુલેશન રહે તેવી વ્યવસ્થા દરેક હોસ્પિટલ અને લોકોને સૂચના આપી છે.

Leave a Response

error: Content is protected !!