Corona Update

અમદાવાદમાં ગણેશ ઉત્સવના નક્કી કરાયા નિયમો, નહિ થાય સમુહ આરતી.. વાંચો બીજા શું હશે નિયમો ?

834views
  • ગણેશોત્સવમાં સોસાયટીદીઠ એક મૂર્તિ સ્થાપી શકાશે
  • એક જ વ્યક્તિ આરતી કરી શકશે
  • આ વર્ષે પંડાલ ન બાંધવા ગણેશ મહોત્સવ એસોસિએશનની અપીલ
  • શહેરભરના 90 કારીગરોને માટીની મૂર્તિ જ તૈયાર કરવા જણાવાયું
  • આ વર્ષે મહોત્સવમાં સોસાયટી દીઠ એક વ્યક્તિ ગણેશજીની આરતી ઉતારીને સોશિયલ ડિસ્ટન્સ જાળવશે.
  • આ સાથે કોઈ પ્રકારની પ્રસાદીનું વિતરણ કરવામાં નહીં આવે.
  • શહેરના મુખ્ય પાંચ પંડાલો પણ આ વર્ષે ગણેશજીને મોટા મંડપમાં નહીં બેસાડે
  • આ વર્ષે શહેરમાં એક પણ પીઓપીની મૂર્તિ બનાવવામાં નહીં આવે.
  • આ સાથે એસોસિએશન દરેક ભક્તને આ વર્ષે બે ફૂટ જેટલી જ માટીના મૂર્તિની જ સ્થાપના કરવા માટે અપીલ કરશે.

સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, આ વર્ષે શહેરના ગણેશ મહોત્સવમાં માત્ર માટીની મૂર્તિ જ રાખી શકાશે. સાથેસાથે શહેરના પાંચ મોટા પંડાલને પણ અપીલ કરાશે કે, આ વર્ષે પંડાલો ન બાંધે. ઉપરાંત શહેરના 90થી વધારે કારીગરોને આ વર્ષે તમામ મૂર્તિ માટીની જ તૈયાર કરવા જણાવાયું છે.

કોરોના મહામારીની સ્થિતિમાં ગણેશ મહોત્સવની પણ સાદગીથી ઉજવણી કરવામાં આવશે.

આ વર્ષે ગણેશ મહોત્સવ એસોસિએશને નિર્ણય કર્યો છે કે, સોસાયટી દીઠ એક જ મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. આ માટે એસોસિએશને સોસાયટીઓને અપીલ કરી છે. એસો. દ્વારા શહેરના તમામ પંડાલો તેમજ મોટી મોટી સોસાયટીઓને જણાવવામાં આવશે કે, નાની મૂર્તિ બેસાડો તેમ જ સ્થળ ઉપર વિસર્જન કરો જેથી આપણો મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન થાય.

પ્રસાદ વિતરણ નહીં થાય
આ વર્ષે મહોત્સવમાં સોસાયટી દીઠ એક વ્યક્તિ ગણેશજીની આરતી ઉતારીને સોશિયલ ડિસ્ટન્સ જાળવશે. આ સાથે કોઈ પ્રકારની પ્રસાદીનું વિતરણ કરવામાં નહીં આવે. શહેરના મુખ્ય પાંચ પંડાલો પણ આ વર્ષે ગણેશજીને મોટા મંડપમાં નહીં બેસાડે. દર વર્ષે એક સોસાયટીમાં ત્રણથી ચાર જગ્યાએ ગણેશ બેસાડવામાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે માત્ર એક જ સોસાયટીમાં એક જ ગણેશજી બેસાડશે.

Leave a Response

error: Content is protected !!