જાણવા જેવુરાજનીતિ

કાશ્મીરમાં આજથી થશે વિકાસનો સૂર્યોદય,કલમ-370 હવે સદા માટે બની ઇતિહાસ

160views

[fb_pe url=”” bottom=”30″]મોદી સરકાર દ્વારા જમ્મુ કશ્મીરના વિકાસ માટે કલમ 370 ને રદ કરવામાં આવી. ત્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ આજથી નવા બે અલગ કેન્દ્ર શાસિત રાજ્યો બની ગયા છે. આ વર્ષે જ 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લાવીને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યો બનાવી દીધા. આ સાથે દુનિયા સ્વર્ગ ગણાતાં કાશ્મીરમાં આજથી નવા વિકાસની સવાર થઇ છે. આ સાથે કલમ-370 હવે સદા માટે ઇતિહાસ બની ગઇ છે.

 

રાજ્યનું પુનર્ગઠન થતાં જ જમ્મુ-કાશ્મીરમાં 20 અને લદ્દાખમાં 2 જિલ્લા બનશે. તે સાથે જ કેન્દ્રના 106 કાયદા પણ આ બંને કેન્દ્ર શાસિત રાજ્યોમાં લાગુ થઈ જશે. જ્યારે રાજ્યના જૂના 153 કાયદા ખતમ થઈ જશે.

આજથી જ બંને રાજ્યોમાં આ મોટા ફેરફાર થશે:

1. 31 ઓક્ટોબરથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવાઈ જશે. ઉપરાંત આજથી જ જમ્મુ-કાશ્મીર હવે વિધાનસભા સહિત અને લદ્દાખ વિધાનસભા રહિતના કેન્દ્રશાશિત પ્રદેશ બની ગયા છે.

2. અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ પદ હતું પરંતુ હવે બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાયબ રાજ્યપાલ હશે.

3. બંને રાજ્યોની એક જ હાઇકોર્ટ હશે. પરંતુ બને રાજ્યોના એડવોકેટ જનરલ અલગ હશે.

4. પહેલા બંને રાજ્યોમાં કેન્દ્રના કોઈ પણ કાયદા લાગૂ થતા નહોતા. પરંતુ હવે કેન્દ્રશાસિત રાજ્ય બન્યા બાદ કેન્દ્રના લગભગ 106 કેન્દ્રીય કાયદા લાગૂ થઇ શકશે.

5. કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે કેન્દ્રીય માનવાધિકાર આયોગના કાયદા, સૂચના અધિકાર કાયદા, એનમી પ્રોપર્ટી એક્ટ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાથી રોક વાળા કાયદા સામેલ છે.

6. આજથી રાજ્ય પુનર્ગઠન કાયદા હેઠળ જમ્મુ-કાશ્મીરના લગભગ 153 કાયદા સમાપ્ત થઈ જશે.

7. જમ્મુ-કાશ્મીરમાં હવે વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષની જગ્યાએ 5 વર્ષ થઈ જશે.

8. રાજ્યમાં અનુસૂચિત જાતિની સાથે-સાથે હવે અનુસૂચિત જનજાતિ માટે પણ બેઠકો આરક્ષિત રહેશે.

9. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની પહેલા વિધાન પરિષદ થતી હતી. પરંતુ હવે એ નહીં થાય. જોકે રાજ્યથી આવનારી લોકસભા અને રાજ્યસભાની બેઠકો પર કોઈ પ્રભાવ નહીં પડે.

10. કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરથી 5 જ્યારે લદ્દાખથી 1 લોકસભા સાંસદ ચૂંટાઈ શકશે.

11. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી 87 બેઠકો પર ચૂંટણી થતી હતી. જેમાં લદાખમાં 4, કાશ્મીરમાં 46 અને જમ્મુની 37 બેઠકો હતી. લદ્દાખની 4 બેઠકો દૂર કરીને, હવે જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં હવે 83 બેઠકો બાકી છે, જે મર્યાદીત થવાની છે.

Leave a Response

error: Content is protected !!