Corona Update

માત્ર 15 દિવસમાં તૈયાર છે એક હજાર બેડની કોવિડ હોસ્પિટલ, રૂપાણી સરકારે કહ્યુ તે કરી બતાવ્યું

301views
  • 100 કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલ
  • 15 દિવસમાં આ 1000 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે
  • 10 માળની હોસ્પિટલમાં 250 જેટલા વેન્ટિલેટર પણ છે.
  • જ્યારે કિડની હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
  • જે 15 ઓગસ્ટ સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા રહેલી છે.
  • હોસ્પિટલમાં 211 ICU બેડ સાથે 1000 પથારીની સુવિધાઓ
  • વિજય રૂપાણીએ માત્ર 15 જ દિવસમાં આ ઝડપી અને અસરકારક કામગીરી માટે આરોગ્ય તંત્ર અને જિલ્લા વહિવટીતંત્રને અભિનંદન પાઠવ્યા

સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સામે કેટલી તીવ્ર લડાઈ આદરી છે તેનું વધુ એક ઉદાહરણ આજે જોવા મળ્યું હતું. તેમણે માત્ર 15 દિવસમાં જ સુરતમાં 1000 બેડની આધુનિક કોવિડ હોસ્પિટલ ઉભી કરાવી દીધી હતી અને આજે તેનું e-લોકાર્પણ પણ ગાંધીનગરથી કર્યું હતું. સુરતમાં નવી સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણાધિન સ્ટેમસેલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે ઊભી કરવામાં આવેલી ૧૦૦૦ બેડની કોવિડ-19 ડેડીકેટેડ હોસ્પિટલ તેમની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. આ કોવિડ હોસ્પિટલમાં ર૧૧ ICU બેડ સાથે ૧૦૦૦ પથારીની સુવિધાઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. CM રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર-સુશ્રુષા માટે કયાંય કોઇ બેડ નથી તેવી ફરિયાદ નથી આવતી અને હાલમાં ૧૯ હજારથી વધુ પથારીની હોસ્પિટલો વેન્ટીલેટર્સ અને દવાઓ સહિતની સુવિધાઓ પર્યાપ્ત મળી રહી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ સુરતમાં સરકારી હોસ્પિટલમાં ૧૫૦૦, ખાનગી હોસ્પિટલમાં ૮૦૦ બેડ્સ ઉપલબ્ધ હતા જેમાં આજે ૧૦૦૦ બેડ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ કુલ ૩૩૦૦થી વધુ બેડ્સ સુરતમાં ઊભા કરવામાં આવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કોરોના બાદ પણ આ હોસ્પિટલનો લાભ અન્ય રોગના દર્દીઓને મળે તેવી સુવિધાસભર આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. માત્ર બેડ-ખાટલા પાથરી દેવા એવા થાગડ-થીગડ ઉપાય એટલું નહિ પરંતુ સુરતમાં આધુનિક સારવાર સુવિધા કોરોના સંક્રમિતોને તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે તેમ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.

Leave a Response

error: Content is protected !!