વિકાસની વાત

રવિવારે ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે મુકાબલો, કાંગારૂઓને હંફાવવા સજ્જ કોહલીની સેના

117views

રવિવારનો દિવસ ભારતનાં ક્રિકેટ રસિકો માટે ખાસ બની રહેવાનો છે.રવિવારે ભારત વર્લ્ડ કપની પોતાની બીજી મેચ ચેમ્પિયન ઓસ્ટ્રેલીયા સામે રમશે. ભારતીય સમય મૂજબ બપોરે ત્રણ વાગ્યાથી લંડનનાં ધી ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત- ઓસ્ટ્રેલીયા વચ્ચે મુકાબલો શરૂ થશે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે જયારે પણ રમાય છે ત્યારે બંને ટીમો પુરા જોશથી મેદાનમાં ઉતરે છે. રવિવારે પણ આવું જ થવાનું છે.

ભારત માટે ઓસ્ટ્રેલીયા એક પડકાર

ઓસ્ટ્રેલીયા ભારત માટે એક પડકાર છે કેમ કે ઓસ્ટ્રેલીયાએ અત્યાર સુધીની પોતાની બંને મેચો જીતી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં ઓસ્ટ્રેલીયાએ એ સાબિત કરી દીધું કે ગમે તેવી પરિસ્થિતિમાં તે બાજી પલટી મેચ જીતી શકે છે. જો કે ભારતે પણ દક્ષિણ આફ્રિકા સામેની પોતાની પ્રથમ મેચમાં રોહિત શર્માની સદી અને ચહલની ચાર વિકેટથી દક્ષિણ આફ્રિકાને હરાવી વર્લ્ડ કપમાં જીતથી શરૂઆત કરી છે.

કાંગારૂઓને ઘેરશે કોહલીની સેના 

વર્લ્ડ કપમાં ભારતીય ટીમનાં ખેલાડીઓને જોતા ઓસ્ટ્રેલીયાને પણ કોઈ ખૂણે ચિંતા અને મેચ હારવાનો ડર તો છે જ. ટીમ ઇન્ડિયા પાસે જે ખેલાડીઓ છે એ ગોઠવણ જ ઓસ્ટ્રેલીયાને મ્હાત આપવા સક્ષમ છે. ભારત પાસે ચાર ચાર ઓલરાઉન્ડર્સ છે, જે બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગમાં ભારતની સૌથી મોટી તાકાત છે.તો કુલદીપ અને ચહલ આ બે સ્પિનર્સ મિડલ ઓર્ડરમાં વિકેટો ઝડપી ટીમને મોટી મદદ કરી શકે એમ છે. આ ઉપરાંત ભારત પાસે ઓસ્ટ્રેલીયાનાં દરેક દાવનો તોડ છે.

ટીમ ઇન્ડિયાની રણનીતિ

ઓસ્ટ્રેલીયા સામે ટીમ ઇન્ડિયાની રણનીતિ કઈક આવી રહેવાની શક્યતા છે :
ઓપનીંગ : શિખર ધવનનું ખરાબ પ્રદર્શન ટીમ ઇન્ડિયા માટે માથાનો દુઃખાવો બની ગયું છે. આમ છતાં રોહિત શર્મા અને શિખર ધવન ફરી એક વાર ઓપનીંગમાં ઉતરી શકે છે.

મિડલ ઓર્ડર :  મિડલ ઓર્ડરનો બધો જ ભાર કેપ્ટન કોહલી, કેએલ રાહુલ, એમએસ ધોની પર રહેશે. કેમ કે ત્રણેય બેટ્સમેનની ગતિ સારી છે અને માટે જ ટીમને આ ત્રણેય પાસે ઘણી આશાઓ છે.

ઓલરાઉન્ડર્સ :  ઓસ્ટ્રેલીયા સામેની આ જંગમાં કેદાર જાદવ અને હાર્દિક પંડ્યા ફરી એક વાર ઓલરાઉન્ડરની ભૂમિકામાં દેખાશે જે બેટીંગ અને બોલીંગ બંનેમાં ટીમ ઇન્ડિયાને મજબૂત કરશે.

બોલીંગ : દક્ષિણ આફ્રીકા સામેની મેચમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે જોરદાર પ્રદર્શન કર્યું હતું. બંને એ મળીને ચાર વિકેટ ઝડપી હતી. ફરી એક વાર બોલીંગમાં આ બંનેની જોડી દેખાશે, તો બીજી બાજુ સ્પીનની જવાબદારી ફરી એક વાર કુલદીપ અને ચહલની જોડી માથે જ રહેશે.

ઓસ્ટ્રેલિયા સામે કોહલીની સંભવિત સેના

વિરાટ કોહલી (કેપ્તન), એમએસ ધોની (વિકેટ કીપર), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, કેદાર જાદવ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ.

Leave a Response

error: Content is protected !!