વિકાસની વાત

વર્લ્ડકપ 2019 : ભારતની આજે પહેલી મેચ દ.આફ્રિકા સામે.. હવામાનને કારણે મેચમાં પડી શકે છે વિઘ્ન !

112views

ભારત  માટે આજથી વર્લ્ડ કપ શરૂ થયો છે. આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ઈંગ્લેન્ડના સાઉથ હૈમ્પટનના મેદાનમાં ટકરાશે. મેચ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. સાઉથ આફ્રિકા પહેલાથી જ બે મેચ હારી ચુક્યુ છે એક બાંગ્લાદેશ સામે અને બીજુ યજમાન ઈંગ્લેન્ડ સામે. ભારત અને સાઉથ આફ્રિકાના વર્લ્ડકપ ટ્રેક રેકોર્ડની વાત કરીએ તો ભારતે 4માંથી 3 મેચ ગુમાવી છે માત્ર એક જ મેચ જીતી શક્યું છે. સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેઈલ સ્ટેઈન ઈજાગ્રસ્ત હોવાના કારણે મેચમાં નથી તો બેટ્સમેન હાસિમ આમલાએ વાપસી કરી છે.

હવામાન રિપોર્ટ

ઈંગ્લેન્ડમાં હવામાન મોટેભાગે ભીની બાજુ પર રહે છે.લગભગ 70 થી 90 ટકા વાદળછાયું વાતાવરણ રહેશે. જેથી ફાસ્ટ બોલરોને મદદ મળી રહેશે. ભારતે બુમરાહ પર મદાર રાખવો પડશે.  વરસાદ આવવાની સંભાવના છ. તાપમાન 15 થી18 સેલ્સિયસ રહેશે. આ પહેલા અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદના કારણે અટવાઈ હતી.

પીચ રીપોર્ટ

સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલમાં પહેલી વાર વર્લ્ડકપની મેચ રમાશે આ પીચ વિશે આગાહી કરવી સરળ નથી . જો કે, રોઝ બાઉલ પીચની સ્થિતિ પ્રથમ ટીમની બેટિંગ માટે અનુકૂળ છે. તેથી, જે ટીમ ટોસ જીતશે તે કદાચ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. આ ગ્રાઉન્ડનો રેકોર્ડ જોઈએ તો પહેલાની મેચમાં 700થી વધુ રન બન્યા હતા એટલે આજે બે્ટસમેનને મદદ મળશે તેવી આશા છે. વિરાટ કોહલી,રોહિત શર્માનું ફોર્મ દેખાઈ શકે છે.

મેચ પહેલા કોહલની પત્રકાર પરિષદ

મેચ પહેલાની પ્રત્રકાર પરિષદમાં વિરાટ કોહલીએ રબાડા વિશે વિવાદ ટાળતા જવાબ આપ્યો કે હું તેને મળીશ ત્યારે વાત કરી લઈશ બધાની વચ્ચે જવાબ આપવો યોગ્ય નથી તો વધુમાં જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાનો બેસ્ટ બોલર ડેઈલ સ્ટેઈન  ઈજાગ્રસ્ત હોવાના કારણે મેચ રમી શકશે નહિ આ પર કોહલીએ દુખ જતાવ્યુ હતું.

 

 

 

Leave a Response

error: Content is protected !!