Corona Update

લોક ડાઉનનો એક મહિનો, કોરોના થયો ‘લોક’ અને ‘ડાઉન’, કોરોનાની લડાઈમાં ભારતની સ્થિતિ ઘણી સારી

377views

નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે જણાવ્યુ છે કે જો લોકડાઉન જેવા ઉપાયોને લાગુ કરી સંક્રમણનો દર અટકાવવામાં ન આવ્યો હોત તો આજે આપણા દેશને ઘણુબધુ નુકસાન થઈ ગયુ હોત. આજે દેશમાં સંક્રમિતોનો આંક 23 હજાર છે, જો લોકડાઉન લાગુ ન થયુ હોત તો આ આંક 73 હજાર થઈ ગયો હતો.

લોકડાઉનથી ‘લોક’ અને ‘ડાઉન’ કોરોના       

  • દેશના 733 માંથી 321 જિલ્લાઓમાં કોઈ ચેપ લાગ્યો નથી
  • છેલ્લા 14 દિવસથી 72 જિલ્લામાં કોઈ નવા કેસ નથી
  • દેશના ફક્ત 136 જિલ્લા રેડ ઝોનમાં છે
  • ઓરેંજ ઝોનના 276 જિલ્લાઓમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ખૂબ ઓછી છે
  • કોરોના રિકવરીની ટકાવારી લગભગ બમણા 20 ટકા થઈ ગઈ છે 
  • કોરોના સંક્રમણ ડબલ થવાનો દર 9 દિવસથી થયો
  • છેલ્લા 14 દિવસમાં આ દર 7.2 દિવસ હતો.
  • તપાસની ગતિ 33 ગણી વધી
  • દેશમાં સાડા પાંચ કરોડ લોકોની તપાસ થઈ
  • માં દર્દીઓની સંખ્યા લગભગ 4 ટકા છે. 

લોકડાઉનનો એક મહિનો પુર્ણ થયો છે. ભારતની પરિસ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે, બીજા દેશની સરખામણીએ ભારત ઘણી સારી સ્થિતિમાં છે. ભારતમાં વસ્તીગીચતાનું પ્રમાણ વધુ હોવા છતા ભારતે અનેક ગણું સારુ કાર્ય કરી રહ્યું છે. તેનો શ્રેય સારી રીતે પાલન થયેલા લોકડાઉનને જાય છે.

Leave a Response

error: Content is protected !!